પોલીસના બાતમીદારની શંકાએ યુવકની જાહેરમાં હત્યા કરાતા ખળભળાટ

1345

સુરતમાં સતત હત્યાના અને ગંભીર ગુનાઓ સતત વધી રહ્યા વહે છતાં પણ પોલીસે પોતાની નિદરમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મંગળવારે રાત્રીના સમયે લીંબાયત લિંબાયત વિસ્તારમાં મકરૂનગર આવાસમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા હાલ કોઈ કામ ધંધો કરતો નથી. તે ઘણી વખત પોલીસને બાતમી આપે છે. તેવો વહેમ રાખી સાંજે તે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો. ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા. ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો.

આમ હત્યાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી ત્યારે હુમલાખોરો ભાગી ગયા છે. પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે.જ્યારે બીજી બાજુ હત્યા કરતો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં જોઈ શકીએ છે કે જાહેરમાં લાકડાના ફટકા વડે ઉપરા છાપરી ધા મારી હત્યા કરી રહ્યો છે.  મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. તેવા વહેમના આધારે હત્યા કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Previous articleસ્કૂલવાન ચાલકોની દાદાગીરી સામે પોલીસની ગાંધીગીરી… બાળકોને સ્કૂલે પહોંચાડ્યા
Next articleડીસાઃ ગેનાજી ગોળીયા ગામના યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવનલીલા સંકેલી