જિ.પં.ની સામાન્ય સભાઃ કોંગ્રેસ દ્વારા વ્હીપ મળનાર બળવાખોર સભ્યો ગેરહાજર રહ્યા

500

રાજકોટ જિલ્લા પંચાયત તોડવા માટે ભાજપ એક વર્ષથી પ્રયાસો કરી રહી છે. જિલ્લા પંચાયતમાં ૩૬ સભ્યોમાથી ૧૩ સભ્યો જ હાજર રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના બળવાખોર સભ્યો ગેરહાજર રહ્યાં હતા. કોંગ્રેસે બળવાખોરોને વ્હીપ આપી દીધું છે. જો આજે હાજર રહે તો તો તેને વ્હીપનો આદર કરવો પડે અથવા તો સભ્ય પદ ગુમાવવું પડે ત્યારે ચતુરાઇપૂર્વક વરસાદ થયો છે ગામડે વાવણી કરવી છે તેવું બહાનું હાથ ધરી ૧૬ જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા.

જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળી હતી. જેમાં એક વર્ષથી પ્રજા માટે કોઇ પ્રશ્નોતરી કરવામાં આવી નથી. માત્ર બન્ને પક્ષે પોતાના સ્વાર્થ અને ખુરશી કેમ બચાવી અને તોડજોડના રાજકારણ જ રમાતા આવ્યા છે. આજે પણ મોટાભાગના સભ્યો પોતાના સ્વાર્થ માટે ગેરહાજર રહ્યાં છે. આ તકે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક વર્ષથી ભાજપ તોડજોડનું રાજકારણ રમી રહ્યું છે. ત્યારે પ્રજાના કોઇ કામ થતા નથી.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે અને રહેશે. જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઇ ધડુક અને દંડક તરીકે નાનજી ડોડીયાની નિમણુક કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના વિનુભાઇએ ખેડૂતનો પાક, વીમાના પ્રશ્નો કર્યા હતા. રાજકોટ જિલ્લાના ખેડૂતોને મગફળી ૫૭૬ અને કપાસના ૨૦૯ કરોડ ચૂકવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

 

Previous articleડીસાઃ ગેનાજી ગોળીયા ગામના યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવનલીલા સંકેલી
Next articleહિમતનગરના ગઢોડા ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર :તળાવમાંથી કાચબાની પણ ઉઠાંતરી