ડીસાઃ ગેનાજી ગોળીયા ગામના યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવનલીલા સંકેલી

1357

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના માળી યુવકે રેલવે નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી લેતા પરિવાર તેમજ સમાજમાં ચકચાર મચી હતી. યુવકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી.

ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. દસ દિવસ અગાઉ માલગઢ ગામના માળી સમાજના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના સમાચારના વધુ દિવસ નથી થયા તે પૂર્વે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી.

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના ૨૧ વર્ષીય યુવક હિતેશભાઈ વનસાજી માળી (ગેલોત)ની લાશ મંગળવારે વહેલી સવારે મળી આવતા ચકચાર મચી હતી. સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર ડીસા જૂના રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ રહી હતી. આ દરમિયાન અગમ્ય કારણોસર તેણે ટ્રેન નીચે પડતું મૂકી પોતાની જીવન લીલા સંકેલી દીધી હતી.

આ બાબતની જાણ થતા રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી. જોકે હિતેશ માળીના મોતની જાણ થતા પરિવારજનો તેમજ સમાજના લોકો પી. એમ રૂમ ખાતે ઉમટી પડ્‌યા હતા.

Previous articleપોલીસના બાતમીદારની શંકાએ યુવકની જાહેરમાં હત્યા કરાતા ખળભળાટ
Next articleજિ.પં.ની સામાન્ય સભાઃ કોંગ્રેસ દ્વારા વ્હીપ મળનાર બળવાખોર સભ્યો ગેરહાજર રહ્યા