નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓ કચ્છના ધામણકા ગામની મુલાકાતે

849
bvn622018-1.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગન નંદકુંવરબા મહિલા કોલેજના ડિપલોમાં ઈન ફેશન ડિઝાઈનીંગની વિદ્યાર્થીનીઓની પોતાના અભ્યાસના ભાગરૂપે  કચ્છ (ધમણકા)ની મુલાકાત યોજવામાં આવી હતી. ફેશન ડિઝાઈનિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની તેના અભ્યાસના ભાગરૂપે પ્રોજેકટ માટે ગુજરાતની વિવિધ કાપડ બનાવતી કંપનીઓ અને પરંપરાગત વસ્ત્રો બનાવતી એજન્સીઓની મુલાકાત લેવામાં આવી હતી, વધુમાં વતર્માન સમયમાં આ કપડાને કઈ સ્ટાઈલથી મુકી શકાય તે જ્ઞાન મળી રહે તે હેતુસર આ મુલાકાત યોજવામાં આવી હતી.  નંદકુંવરબા મહિલા કોલેજના ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા કચ્છના ધમણકા ગામની મુલાકાત લેવામાં આવી હતી. જયાં કચ્છી બાંધણી, સાફા વગેરે કઈ રીતે બનાવવામાં આવે છે તેની વિષે માહિતી પ્રાપ્ત કરી હતી. 

Previous articleઘોઘા તાલુકા મહિલા સામખ્ય દ્વારા ઔષધો અને ઉપચાર અંગેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો
Next articleઘોઘાના પોલીસ જવાનને વિદાયમાન