પાટણના મહેમદપુર અને ખિમીયાણા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક સામ સામે ધડાકા ભેર ટકરાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અલ્ટો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર પતિ-પત્ની અને તેમની ૮ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.
આ અંગે મળતી વિગત મુજબ મહેમદપુર અને ખીમણીયા ગામ વચ્ચે અલ્ટો ગાડી અને લાકડા ભરેલ ટ્રક સામસામે જોરદાર ટકરાયા હતા.અકસ્માત એટલો જોરદાર હતો કે, અલટો કારનો કૂચડો વળી ગયો હતો, તો સામે ટ્રકમાંથી લાકડા નીચે પડ્યા હતા. આખા રોડ પર લાકડા-લાકડા અકીલા પથરાઈ ગયા હતા. અકસ્માત થતા જ ઘટના સ્થળે લોકો ટોળે વળ્યાં હતા. તો અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.