અમદાવાદઃ મકાનમાં ઘૂસી યુવકે મહિલા સાથે કરી અશ્લીલ હરકત, CCTVમાં કેદ

520

અમદાવાદ મેટ્રો શહેર તરીકે જાણીતું છે ત્યારે અમદાવાદમાં હજારો યુવક અને યુવતીઓ રોજગારી મેળવવા અને શિક્ષણ માટે આવતા હોય છે. યુવક યુવતીઓ ઁય્માં રહીને પોતાની નોકરી કે શિક્ષણ કરતા હોય છે. પરંતુ અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં યુવતીઓ સુરક્ષિત ન હોવાની એક શરમજનક ઘટના બની હતી.

મોડી રાત્રે પીજીના મકાનમાં યુવક ઘૂસીને યુવતી સાથે શરમજનક કૃત્ય કરે છે અને આ ઘટના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થાય છે. આ વિકૃત યુવકનો વીડિયો વાયરલ થતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક પીજી ના મકાનમાં યુવક ઘૂસે છે. અને સોફા ઉપર સુતી મહિલા સાથે અશ્લીલ હરકત કરે છે. રૂમમાં લગાવેલા સીસીટીવ કેમેરામાં જ તેની મહિલા સાથેની શારિરીક અડપલા કરવાની ઘટના કેદ થઇ છે.

આ અંગે મહિલા આયોગે પોલીસ કમિશ્નર સાથે વાત કરીને તપાસના આદેશ આપ્યા હતા. જેના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરવા માટે સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.

સંસ્કાર પીજીના સંચાલક સન્નીભાઇના જણાવ્યા પ્રમાણે ૧૪ તારીખે સંસ્કાર પીજીમાં મોડી રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ યુવક બી-૬ ફ્‌લેટમાં રાત્રે યુવક હોલમાં પ્રવેસ્યો હતો અને પીજીની વોર્ડન મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

બીજા રૂમમાં દરવાજા બંધ હોવાથી એક રૂમમાં ગયો અને રૂમમાં યુવતી જોઇ જતાં બુમ પાડી અને ત્યાંથી ફરાર થયો હતો. સામે રાધે સોસાયટી બહાર પાર્ક કરેલું બાઇક લઇ ફરાર થયો હતો. અમને ખબર પડી ત્યારે અમે તાત્કાલિક પીજી ઉપર પહોંચી ગયા હતા. અને ત્યારબાદ તેની શોધખોળ કરી હતી. જોકે, અમે પોલીસ ફરિયાદ કરવા માટે તૈયારીઓ કરી હતી.

Previous articleપાલનપુરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઘરોમાં ગટરના પાણી ઘૂસી જતાં રોષ
Next articleATVTમાં મફત ફોર્મના રૂ.૫ ખર્ચવા પડે છે, રોજ ૮૦૦થી વધુ ફોર્મનો ખડકલો થાય છે