ચાર માળ સુધીના બાંધકામની મંજૂરી માટે ઓનલાઇન સબમિશન શરૂ

963

હાલમાં શાળા-કોલેજોનું શૈક્ષણિક સત્ર શરૂ થતાં શિષ્યવૃત્તિ, પ્રવેશ સહિતના સરકારી લાભો માટે વાલીઓ અને વિદ્યાર્થીઓનો મહેસાણા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં આવક- જાતિના દાખલા, ઇબીસી, ઓબીસી પ્રમાણપત્ર કઢાવવા ધસારો વધ્યો છે. રોજ ૮૦૦થી વધુ ફોર્મ આવી રહ્યા છે.

બીજી તરફ આવક, જાતિ, રેશનકાર્ડ સહિતની કામગીરી માટેનાં ફોર્મ કચેરીએ વિનામૂલ્યે આપવાના હોવા છતાં કોઇ વ્યવસ્થા જ ન હોઇ કચેરીના પ્રથમ માળે આવેલા ઝેરોક્ષ સેન્ટરથી એક થી દશ રૂપિયા સુધીના ફોર્મની ઝેરોક્ષ પાછળ અરજદારોને ખર્ચ કરવો પડી રહ્યો છે.

મહેસાણા મામલતદાર કચેરી સંકુલમાં આવેલા એટી વીટી સેન્ટરમાં શહેર અને તાલુકામાંથી વાલીઓ-વિદ્યાર્થીઓ આવક-જાતિના દાખલા, ઇબીસી, ઓબીસી સહિતના પ્રમાણપત્રો કઢાવવા આવે છે. પરંતુ સેન્ટરમાં આ ફોર્મ જ ન હોઇ અરજદારોને મામલતદાર કચેરીના પ્રથમ માળે ઝેરોક્ષ સેન્ટરથી ફોર્મ મળશે તેમ કહી ત્યાં ધકેલી દેવાય છે. અહીં ફોર્મના એક પેજના એક રૂપિયા મુજબ પૈસા વસુલાય છે.

વાસ્તવમાં આવક-જાતિના ફોર્મ સહિત મોટાભાગના ફોર્મ મફતમાં મળવાપાત્ર હોવા છતાં કોઇ વ્યવસ્થા જ કરાઇ નથી અને વાલીઓના ખિસ્સા હળવા થઇ રહ્યા છે. એટીવટીમાં કે મામલતદાર કચેરીમાં નિઃશુલ્ક ફોર્મ ક્યાંથી મળશે તે અંગે કોઇ બોર્ડ પણ લગાવેલું નથી. આ અંગે એટીવીટીના સૂત્રોએ બચાવ કરતાં કહ્યું કે, ફોર્મ અહીં રાખીએ છીએ પણ કોઇ માંગે તો આપીએ ને તેમ કહી હાથ અધ્ધર કર્યા હતા.

Previous articleATVTમાં મફત ફોર્મના રૂ.૫ ખર્ચવા પડે છે, રોજ ૮૦૦થી વધુ ફોર્મનો ખડકલો થાય છે
Next articleકાશ્મીર : અમરનાથની યાત્રા પૂર્વે મોટા ઓપરેશનો ચાલશે