રેશનશોપ ધારકોના પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે : મંત્રી જયેશ રાદડીયા

995
bvn622018-6.jpg

ભાવનગર જિલ્લા રેશનશોપ એસો. દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ જિલ્લાના નવ નિયુક્ત ધારાસભ્યોનું સત્કાર સમારોહમાં ફૂલનો હાર પહેરાવી શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરાયુ  હતુ 
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને મંત્રી રાદડીયાએ સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે રાજ્યના રેશનશોપ એસો. ના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી દ્વારા રેશનશોપ ધારકોના પ્રશ્નો રજુ કરવામાં આવતા હોય છે હાલ રાજ્યમાં ૧૭ હજારથી વધારે રેશનશોપ ચાલે છે જેના દ્વારા ૩.૮૨ કરોડ લોકોને પુરતો પૂરવઠો આપવામાં આવે છે. કેરોસીન વિતરણમાં કમીશન વધારી અપાયુ છે કેટલીક જગ્યાએ તા. ૧ થી ૩ સુધી રેશનશોપ ખુલ્લી રહેતી નથી તે દુઃખની વાત છે પૂરવઠા વિતરણ વ્યવસ્થા સુધારવા તથા ગરીબોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર તમામ પ્રકારે આગળ વધશે રાજ્યના દરેક તાલુકા દીઠ એક ગોડાઉન બને તે દિશામાં કામગીરી કરવામાં આવશે. રાજ્યના રેશનશોપ ધારકોના પ્રશ્નો બાબતે ચોક્કસ દિશામાં ઉકેલ લાવવાનો પ્રયાસ થશે. 
પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રશ્નો તે સતત ચાલતી પ્રક્રિયા છે પ્રશ્નોના ઉકેલ માટે સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે આદર્શ સમાજની રચના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત રાજ્ય રેશનશોપ એસો.ના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશના કેરાલા રાજ્યની સરકાર ૩૫૦ રેશનકાર્ડ ધરાવતા રેશનશોપ ધારકોને પ્રતિ મહિને કમીશન થકી રૂપિયા ૧૬૫૦૦/- આપે છે રાજ્ય સરકાર કેરાલાની પદ્ધતિથી આગળ વધે તે જરૂરી છે. 
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, કનુભાઈ બારૈયા, પ્રવિણ મારૂ તથા હરૂભાઈ ગોંડલીયા, જિલ્લા પૂરવઠા અધિકારી ધોળીયા, પ્રકાશભાઈ બોસમીયા, અશોકભાઈ બોસમીયા, મકાબાપુ, રાજભા ગોહિલ, ૩૨ જિલ્લાના રેશનશોપ એસો.ના પ્રમુખો,જિલ્લાના ૭૦૧ રેશનશોપ ધારકો સહિત હાજર રહ્યા હતા.

Previous articleડુંગળીના ભાવોમાં ઘટાડો થતા ખેડૂતોમાં ભારે રોષ
Next articleતિલકનગર દેવીપુજક વાસમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો