આજરોજ તા.૧૯/૦૬/ ૨૦૧૯ ના રોજ ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફના હેડ કોન્સ. મહેશભાઇ બાવળીયા તથા હેડ કોન્સ. ભગીરથસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ. મયુરસિંહ ગોહીલ એ રીતેના સ્ટાફે સને-૨૦૦૦ ની સાલમાં ગઢડા, સામાકાંઠે આવેલ પેટ્રોલપંપમાં ફાયરીંગ કરી લુંટ કરનાર ગેંગનો સાગરીત છેલ્લા ૧૯ વર્ષથી વોન્ટેડ આરોપી કાગુ ઉર્ફે કેગુ વરસીંગ ડામોર રહે.કઠલા તા.જી.દાહોદ હાલ-વડોદરા વાળાને વડોદરા ખાતેથી ઝડપી પાડી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.