દામનગર શહેરમાં આખલા નો આતંક પાંચ થી વધુ ઘાયલ અનેકો ને દામનગર સિવિલ હોસ્પિટલ થી વધુ સારવાર માટે અમરેલી ભાવનગર સહિત ની હોસ્પિટલ માં રીફર કરવા ફરજ પડી દામનગર શહેર ના મોટા બસસ્ટેન્ડ પાસે ત્રણ નાના બાળકો અને બે મોટી વ્યક્તિ ઓ ને ફગોળતા ગંભીર ઈજા ઓ કરી હતી દામનગર શહેર ની મુખ્ય બજારો માં અસંખ્ય રખડતા આખલા ઓ નો ભય પાલિકા તંત્ર ની ભારે બદરકારી ઓ સામે શહેરીજનો લાચાર સરદાર ચોક મોટા બસસ્ટેન્ડ જૂની શાકમાર્કેટ ખોડિયાર ચોક લુહાર શેરી અજમેરા શોપિંગ રાભડા રોડ નવી શાકમાર્કેટ ઢીકુડી વાડી સહિત શહેર માં અનેકો વિસ્તાર માં બેફામ બનેલ આખલા ઓ માં હિંસક વૃત્તિ જોવા મળી રહી છે મોટા બસસ્ટેન્ડ વિસ્તાર માં મહામહેનતે આલખા ની ચુગાલ માં ફસાયેલ વ્યક્તિ ને રાહદારી ઓ એ મુક્ત કરાવ્યા હતા દામનગર શહેર માં આજે બપોર પછી મોટા બસસ્ટેન્ડ વિસ્તાર ને બાન માં લેતા આખલા એ પાંચ થી વધુ ને ગંભીર ઇજા ઓ કરી હતી આખલા ના આતંક નો ભોગ બનેલ વ્યક્તિ ઓ ને વિવિધ હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા અનેકો ને વધુ સારવાર માટે રીફર કરી ભાવનગર રાજકોટ અમરેલી જેવા શહેર માં રીફર કરાયા હતા આખલા ના ભારે ત્રાસ અંગે પાલિકા તંત્ર યોગ્ય ઉકેલ કરે તે જરૂરી છે પાલિકા તંત્ર પાસે રેઠીયાળ ઢોર પુરવા નો ડબ્બો છે પણ પાલિકા તંત્ર સંપૂર્ણ નીરસ છે