તિલકનગર દેવીપુજક વાસમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

1240
bvn622018-4.jpg

શહેરના તિલકનગર દેવીપુજક વાસમાં ઘોઘા રોડ પોલીસે પુર્વ બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ કંપની ૮૮ બોટલો સાથે ૧ શખ્સને ઝડપી લીધો હતો. જયારે ૧ નાસી છુટવામાં સફળ રહ્યો છે. 
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આચાર્યના માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના પો.સબ. ઈન્સ દાફડા તથા એચ.સી. ચુડાસમા એ.એસ.આઈ. એમ.એમ. મુનશી, પો.કોન્સ. કિર્તીસિંહ રાણા, પો.કોન્સ જયદિપસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ચુડાસમા, ફારૂકભાઈ મહિડા, ખેંગારસિંહ ગોહિલ, ઈમ્તીયાઝખાન પઠાણ, ઘનશ્યામભાઈ ગોહિલ, મહેશભાઈ રાઠોડ, જયદિપસિંહ ગોહિલ, ચિંતનભાઈ મકવાણા વિ. પો. સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. દરમિયાન બાતમી આધારે અડોડીયાવાસમાં રહેતા જીતેષભાઈ ઉર્ફે જોન્ટી જશુભાઈ પરમારએ તિલકનગર દે.પુવાસમાં રહેતા રણુભાઈ હીરાભાઈ ચુડાસમાના છાપારૂ ગીરાવ રાખેલ હોય ત્યાં પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂ જથ્થો ઉતારેલ હોય જે હકિકત આધારે રેઈડ કરતા જીતેષભાઈ ઉર્ફે જોન્ટી જશુભાઈ આડોડીયા હાજર મળી આવેલ અને તેના છાપરામાંથી કુલ બોટલ નંગ ૮૮ કુલ કિ.રૂા. ર૬,૪૦૦નો મુદ્દામાલ સાથે મળી આવતા અને પકડાયેલ ઈસમે આ મુદ્દામાલ ભાવનગર ઓડોડીયાવાસમાં રહેતા રોમેશભાઈ દિનેશભાઈ આડોડીયાએ આપેલ હોવાનું જણાવતા બન્ને વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો દાખલ કરેલ. 

Previous articleરેશનશોપ ધારકોના પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે : મંત્રી જયેશ રાદડીયા
Next articleસરદારનગરમાં મહાપાલિકા દ્વારા ડીમોલેશન