રૂા. ૧ લાખ બાકીદારોને ત્યા સેવાસદને રપ જેટલી જપ્તીઓ કરી
ભાવનગર મહાપાલિકાના ઘર વેરા બાકી વસુલાતો સેવા આકરી ઝુંબેશ શરૂ થઈ છે, તેમા એક લાખ બાકી બાળાઓને ત્યા રપ ઉપર જપ્તામાં કરવામાં આવે છે. કમિ. ગાંધીની સુચનાથી બાકી વસુલાત ઝુંબેશ સઘન બની રહી હતી.
જર્જરીત બોક્ષ લાઈન તાકિદે રીપેર કરવા કીશોર ભટ્ટની રજુઆત
બોરડીગેટ, ગીતાચોક, ડોન ચોક, મેઘાણી સર્કલ વિગેરે વિસ્તારની બોક્ષ ડ્રેનેજ બીલકુલ જર્જરીત બનેલ હોય અગાઉ બોરડીગેટ વિગેરે પાસે તેટી પડેલ કોઈ ગમ્ખાર અકસ્માત ન સર્જાય તે પહેલા તાકિદે બનાવવા ભાજપના અગ્રણી કિશોર ભટ્ટે સીટી એન્જી. ચંદારાણા સમક્ષ રજુઆત કરતા તેમણે તંત્રને આ અંગેનો રિપોર્ટ કરી તાકિદે કામ કરવાની તંત્રના સુચના કરી છે.
જમનાકુંડ વાલ્મીકીવાસ વિગેરે લેતામાં ગંદુ પાણી મળતુ હોવાની લોક ફરિયાદો
જમનાકુંડ વિસ્તાર જેમાં વાલ્મીકીવાસમાં લાંબા સમયથી પીવાના પાણીમાં ગંદુ ગટરનું પાણી આવતા આ મુદ્દે પુર્વનગર સેવક ભુપત દાઠીયાએ સીટી એન્જી. ચંદારાણા સમક્ષ રજુ કરતા લાઈનોમાં આવતું ગંદુ પાણી રોકવા અને તેનો રિપોર્ટ કરવા તંત્રને સુચના કરી છે. ઉપરાંત વાસની ૩ ડંકી લાંબા સમયથી બંધ હોય બંધ ડંકીઓ ચાલુ કરવા અને લોકોને પીવાના પાણીની સુવિધામાં રાહત આપવા સીટી. એન્જી. રાણાએ સુચના કરી.
કરચલીયા પરામાં નવી ગટર લાઈનો નાખવા સેવકોની માંગ
કરચલીયા પરા વોર્ડમાં ખાતમુહુર્તના વાંકે નવી ગટર લાઈનથી વંચી પ્રજાકિય પ્રશ્ને નગરસેવકો દ્વારા તંત્ર પાસે રજુઆત કરી છે. નવી લાઈનો નાખવા મંજુરી દેવા છતા કામો શરૂ ન થતા લોકોમાં રોષ ઉભો થયો છે. આ લતો ડ્રેનેજ લાઈનથી વંચીત રહે છે.ત ેવી ફરિયાદ પણ થઈ છે.
ભાજપ મહામંત્રી મહેશ રાવળની કારોબારી સમક્ષ પ્રશ્નોની રજુઆત
શહેર ભાજપના મહામંત્રી મહેશભાઈ રાવળે કેટલાંક પ્રશ્નો અંગે કારોબારી ચેરમેન યુવરાજસિંહ ગોહિલને મળીને રજુઆતો કરી પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવેલ, તેમણે મહત્વના સવાલો રજુ કર્યાનું ભાજપ વર્તુળે જણાવ્યું હતું.