તળાજા તાલુકાના મણાર ગામમાં વીજળીના થાંભલા પરથી નીચે પડી જતા વીજ કર્મચારીનું મોત નિપજયું હતું. આ ઉપરાંત આજ ગામમાં વીજશોક લાગતા એક બાળાનું પણ મોત નિપજયું હતું. ભાવનગર સુભાષનગર, શહેર ફરતી સડક પર રહેતા અને તળાજામાં પીજીવીસીએલના લાઈનમેન તરીકે ફરજ બજાવતા હરેશભાઈ દેશળભાઈ સોલંકી તળાજા તાલુકાના મણાર ગામમાં રીપેરીંગનું કામ કરતા હતા તે દરમ્યાન અકસ્માતે વિજળીના થાંભલા પરથી નીચે પડી જતા તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ, જયાં તેમનું મોત નિપજયું હતું. તળાજા તાલુકાના મણાર ગામના જ શાળાએથી છુટયા બાદ ઘરે જઈ રહેલ ત્રણ વિદ્યાર્થીનીઓને વીજળીના થાંભલાને અડી જવાથી વીજ શોક લાગવાથી ઘટનામાં સમીબેન દલાભાઈ પરમાર નામની વીદ્યાર્થીઓનું મોત નિપજયું હતું.