દાઠા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપાયો

878

ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ગરિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના શકદારોની હક્કિત મેળવવા પેટ્રોલીંગમા હતાં તે દરમ્યાન પો.કો. તરૂણભાઈ નાંદવાને બાતમી મળેલ કે દાઠા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી કિશનભાઈ ડાયાભાઈ લાડમુરો રહે. સણોસરી તા. ગીર ગઢડા વાળો ગરિયાધાર નવાગામ રોડ પર રહે છે. અને ગારિયાધાર લાતી બજાર પાસેથી નિકળવાનો છે. તેવી હકિકત મળતા તુરત જ લાતી બજાર પાસે આવતા બાતમીવાળો ઈસમ હાજર મળી આવતા તેને પકડી તેનું નામ પુછતા ખોડુભાઈ ઉર્ફે કિશનભાઈ ડાયાભાઈ લાડુમોર આહીર (ઉ.વ.૩૭) હોવાનું જણાવ્યું હતું. અને તેની પુછપરછ કરતા બળાત્કારના ગુન્હામાં નાસ્તો-ફરત હોવાની કબુલાત કરતા આરોપીને ધોરણસરની કાર્યવાહી કરી ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે દાઠા પોલીસ સ્ટેશનમાં બળાતકાર ગુન્હો નોંધાયેલો હોય પો.સ.બઈન્સ. દાઠા પો.સ્ટે. જાણ કરવા તજવીજ  કરવામાં આવેલ છે.

Previous articleમણાર ગામે વિજળીનો થાંભલો પડતા બેના મોત
Next articleભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે બેઠક યોજાઈ