આગામી અષાઢી બીજના દિવસે ભાવનગર ખાતે નિકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે વહિવ્ટી તંત્ર અને રથયાત્રા સમિતિના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જીલ્લા કલેકટર હર્ષદભાઈ પટેલ, મહાપાલિકા કમિશ્નર એમ.એ. ગાંધી, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી મનીષ ઠડાકર, રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા, મનસુખભાઈ પંજવાણી, પારૂલબેન ત્રિવેદી, કિશોરભાઈ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં રથયાત્રાના આયોજન, કાયદો વ્યવસ્થાની જાળવણી સહિતની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં વહિવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.