ભારત સામે હારથી પાકના ચીફ જસ્ટિસ પણ આઘાતમાં સરી પડ્યા

490

પાકિસ્તાનીઓ વર્લ્ડકપમાં ભારતના હાથે મળેલી હારથી હજી પણ આઘાતમાં છે. પાકિસ્તાનમાં રસ્તે ચાલતા માણસથી માંડીને ટોચના રાજકારણીઓ અને અધિકારીઓ પણ પાક ટીમના ભૂંડા પરાજયને પચાવી શક્યા નથી. દરેક જગ્યાએ પાક ટીમના પ્રદર્શનની ચર્ચા છે. એટલે સુધી કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે પણ પાક ટીમની હારનો ઉલ્લેખ કર્યો છે.

પાકિસ્તાનના ચીફ જજસ્ટિસ આસિફ સઈદ ખોસાએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનીઓને ઈકોનોમી, પોલિટિક્સ અને ત્યાં સુધી કે ક્રિકેટ જગતમાંથી પણ નિરાશાજનક ખબરો જ સાંભળવા મળી રહી છે. દેશની ઈકોનોમી આઈસીયુમાં છે તેવુ સાંભળવુ સારૂ નથી લાગતુ. આપણે જોઈ રહ્યા છીએ કે, સંસદમાં વિપક્ષના નેતાને પણ બોલવાની મંજૂરી નથી.

ચીફ જસ્ટીસને ટાંકતા એક ચેનલે કહ્યુ હતુ કે, આપણે જ્યારે ચેનલ બદલીએ છે અને વર્લ્ડકપ જોઈએ છે ત્યારે ત્યાં પણ હતાશાજનક ખબર છે. આ સંજોગોમાં પાકિસ્તાનની જનતાને જે સારા સમાચારો મળે છે તે પાકિસ્તાનની કોર્ટ તરફથી જ મળી રહ્યા છે.

Previous articleમૌની રોય મયુરાસન કરતી  દેખાઇ : ફેન્સમાં ફરી ચર્ચા
Next articleઈન્ડિયા સારી ટીમ, ધવનનાં બહાર થવાથી ફેર નહીં પડે : ગાંગુલી