બજેટમાં નાના કરદાતાને રાહત મળે તેવી શક્યતા

455

નરેન્દ્ર મોદી સતત બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ હવે નવી અવધિમાં પ્રથમ બજેટ રજૂ કરવામાં આવનાર છે. જેમાં લોકો જુદી જુદી અપેક્ષા રાખી રહ્યા છે. પ્રચંડ બહુમતિ સાથે સત્તા મળ્યા બાદ પ્રથમ જ બજેટમાં મોદી કેટલીક ભેંટ આપી શકે છે.  જુદા જુદા વર્ગ અને ઉદ્યોગ દ્વારા તેમના માટે બજેટમાં શુ રહેશે તેની ગણતરી કરી રહ્યા છે.  સરકારનુ ધ્યાન કોર્પોરેટ ટેક્સ અને પર્સનલ ઇનકમ ટેક્સ પર કેન્દ્રિત રહેશે. સરકાર મંદીમાં રહેલા અર્થતંત્રમાં નવા પ્રાણ ફુકવા માટે કેટલાક પગલા જાહેર કરી શકે છે. સરકાર અર્થતંત્રને ગ્રોથના રસ્તા પર લાવવા માટે સજ્જ છે. નાણાં પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પાંચમી જુલાઇના દિવસે  સામાન્ય બજેટ રજૂ કરનાર છે. આ વખતે નવી પરંપરા શરૂ કરવામા આવી રહી છે.  જેટલી કહી ચુક્યા છે કે મોદી સરકાર કોર્પોરેટ ટેક્સને ઘટાડી દેવા ઇચ્છુક છે. નાના કરદાતાને કેટલીક રાહત આપવામાં આવી શકે છે. ડિવિડન્ટ ટેક્સ ફ્રેમવર્કમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. સરકાર આ ટેક્સ માટે એવા લોકોને જવાબદાર બનાવવા માંગે છે જે લોકોને ઇનકમનો મોટો હિસ્સો આનાથી પ્રાપ્ત થાય છે. આ મામલે ચાલી રહેલી વાતચીતથી વાકેફ રહેલા સુત્રોએ કહ્યુ છે કે બજેટમાં મુખ્યરીતે ટેક્સ પર વધારે ધ્યાન રહેશે. ટેક્સ નિષ્ણાંતો કહે છે કે વધુને વધુ લોકોને કરવેરાની જાળ હેઠળ લાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. સરકાર આના માટે કઠોર પગલાની સાથે સાથે કેટલાક રાહતના પગલા પણ જાહેર કરી શકે છે.કોર્પોરેટ અને પર્સનલ ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઇનકમ ડિસક્લોજરના નિયમોને વધારે કઠોર કરવામા ંઆવી શકે છે. લઘુતમ મુક્તિ મર્યાદાને વધારવામાં આવી શકે છે. મિડલેવલમાં ટેક્સ સ્લેબના રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઇનકમ ટેક્સની ચુકવણી નિયમિતરીતે કરનાર લોકોને સીધો ફાયદો થઇ શકે છે. સેલરી ક્લાસ લોકોને જોબ લોસની દહેશત પણ સતાવી રહી છે. પર્સનલ ઇનકમ ટેક્સ રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવનાર નથી. પરંતુ ટેક્સ મુક્તિની મર્યાદાને વધારી દેવામાં આવી શકે છે.  સરકાર કન્સ્ટ્રકશન સેકટરમાં રોજગારની તકો ઉભી કરવા, સીમેન્ટ, સ્ટીલ અને અન્ય કન્સ્ટ્રકશન સાથે જોડાયેલા મુદ્દાને લઈને રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા ઈચ્છુક છે. પગારદાર વર્ગ માટે કેટલીક ઉપયોગી જાહેરાત કરવામાં આવી શકે છે. આવી શકે છે. મિડલેવલમાં ટેક્સ સ્લેબના રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે.  પાચંમી જુલાઇના દિવસે થનાર બજેટમાં નિર્મલા સીતારામન ભારે આશાવાદી દેખાઇ રહ્યા છે. દેશમાં કાર્પોરેટ જગત અને શેરબજાર સહિતના  જુદા જુદા ક્ષેત્રો ભારે આશાવાદી છે. સીતારામન હાલમાં બજેટની તૈયારીમાં વ્યસ્ત થયેલા છે. કેટલાક સારા સંકેતો પણ મળી રહ્યા છે.

Previous articleશ્રીલંકાને પછડાટ આપવા  ઇંગ્લેન્ડ ટીમ સંપૂર્ણ તૈયાર
Next articleદુનિયાભરમાં ૬.૫૬ કરોડ નાગરિક વિસ્થાપિત થયા છે