શહેર નજીક આવેલા ધોળેશ્વર મહાદેવ માર્ગ ઉપર તંત્ર દ્વારા થોડા સમય અગાઉ ખોદકામની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે. ત્યારે જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું છે. તેના પગલે અવર જવર કરતાં વાહનચાલકો તેમજ આ માર્ગ ઉપર આવેલી શાળાના વિદ્યાર્થીઓને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
ચોમાસાની મોસમમાં આમ તો ખોદકામની પ્રવૃત્તિ કરવા સામે મનાઇ હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવતાં અવાર નવાર લોકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે. ખોદકામ કર્યા બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વરસાદી સીઝનમાં માટી બેસી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે શહેર નજીક આવેલા ધોળેશ્વર માર્ગ ઉપર તાજેતરમાં તંત્ર દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે.