વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, બોર્ડની પરિક્ષામાં કેન્દ્ર બદલી શક્શે

459

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અનિવાર્ય સંજોગોમાં વિદ્યાર્થી બોર્ડની પરિક્ષાનું કેન્દ્ર બદલી શક્શે. અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વતનમાંથી બોર્ડની પરિક્ષા આપી શક્શે.

ગેરરીતી સંદર્ભે યોગ્ય કેન્દ્ર ન હોય તો અન્ય કેન્દ્રમાં પણ પરિક્ષા આપી શકાશે. માન્યતા વગરની શાળાઓના દુષણ પર રોક લગાવવાનો હાલમાં પ્રયાસ કરવામા આવી રહ્યો છે. તો ત્યાં જ શાળાઓને નોંધણી પ્રમાણપત્ર આપવાનું પણ શરૂ કરવામાં આવશે. તો ત્યાં જ આગળનાં ધોરણમાં પ્રવેશ પ્રક્રિયાની નીતિ પણ અપનાવવામાં આવશે. જીજીઝ્રના પરિણામ પ્રવેશ આપતી શાળાઓની પ્રવૃતિ પર રોક લગાવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં મહત્વનો નિર્ણયો લેવામાં આવ્યો છે. જેમાં હવેથી કેટલાક સંજોગોના આધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે. એટલે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી પોતાના વતનથી પરીક્ષા આપી શકશે અને પરીક્ષા કેન્દ્રનું વાતાવરણ યોગ્ય નહી હોય તો નજીકના અન્ય પરીક્ષા કેન્દ્ર પરથી પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.

ત્યાં જ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, માન્યતા વગરની શાળાઓના દુષણ પર રોક લગાવવા નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. SSCના પરિણામ પહેલા કેટલીક નોન ગ્રાન્ટેડ શાળાઓ પ્રવેશ પરીક્ષા લઇ વિદ્યાર્થીઓને ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ આપતી હોય છે આવી પ્રવૃત્તિ ઉપર રોક લગાડવામાં આવશે.

Previous articleરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી ૧૭૬ બેરોજગાર પાસેથી ૩૬ લાખ રૂપિયાની ઠગાઇ, ૫ ઝડપાયા
Next articleચંદ્રાબાબુ નાયડુને ભાજપાનો ઝટકોઃ ૪ રાજ્યસભા સાંસદ ખેરવી લીધા