આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. દેશ-વિદેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે રાંચીમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને યજમાન રાંચી પૂર્ણ રીતે યોગના રંગમાં છે. મોદી સાથે યોગ કરવાને લઇને લોકો ઉત્સાહિત થયેલા છે. મોદી સાથે યોગ કરવાને લઇને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લા બે દિવસના ગાળામાં જ ૫૦ હજાર લોકો નોંધણી કરાવી ચુક્યા છે. લોકો આના બાદ પણ ઉત્સુક છે. જો કે સીટો ફુલ હોવાના કારણે હવે લોકોને નિરાશ થવાની ફરજ પડી રહી છે. આ વખતે યોગ દિવસે યોગ ફોર હાર્ટ કેયર થીમ રાખવામાં આવી છે. આવતીકાલે રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં ૫૦ હજાર લોકો મોદીની સાથે યોગા કરનાર છે. ૪૫ મિનિટ સુધી યોગ કાર્યક્રમ ચાલનાર છે. મુખ્ય કાર્યક્રમમાં ૩૫ હજાર લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મોદીની સાથે કેટલાક પ્રઘાનો પણ યોગ કરનાર છે. રાંચીના ધુર્વા સ્થિત પ્રભાતતારા મેદાનમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે.
મોદી બિરસાની ધરતીથી લોકોને પોતાના જીવન શૈલીમાં યોગને સામેલ કરવાનો સંદેશ આપશે. સવારે છ વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ ૪૫ મિનિટ યોગા અભ્યાસ ચાલશે. આ પહેલા મોદી યોગ પ્રેમીઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે કેટલાક અન્ય રાજ્યો અને દેશોમાં પ્રતિનિધિઓ પણ રાંચી પહોંચી રહ્યા છે પરંતુ કાર્યક્રમમાં ૩૫ હજાર લોકો માટે યોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ નહેરુ સ્ટેડિયમમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપરાંત મુખ્યમંત્રી રઘુવરદાસ, કેન્દ્રીયમંત્રી શ્રીપદ યશોનાયક, રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ ઉપસ્થિત રહેશે. પાંચમા યોગ દિવસને લઇને મોદી પોતે તૈયારીની સમીક્ષા છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યા હતા. વર્ષ ૨૦૧૪માં એનડીએ સત્તામાં આવ્યા બાદ એનડીએ સરકારના પ્રધાનો સતત જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. મોદીની પહેલ પર યોગને વિશ્વ દિવસોમાં સામેલ કરવામાં આવ્યા બાદ દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પ્રસંગે દેશ વિદેશના અનેક મોટા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. મોદી પોતે રાંચીમાં હાજર રહેશે અને હજારો લોકોની સાથે યોગા કરશે. રાંચીમાં જુદા જુદા સ્થળો ઉપર પણ લાખો લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ વખતે યોગ દિવસને મનાવવા માટે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત, અમેરિકા, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં યોગ સાધનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. દુનિયાના ૧૭૦થી વધુ દેશમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનિય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઐતિહાસિક પ્રસ્તાવના માધ્યમથી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સંપૂર્ણપણે તૈયાર છે અને આ કાર્યક્રમ હેઠળ વિશ્વ સંસ્થાની ઓફિસ પર યોગાસનની પ્રતિમા પણ મુકવામાં આવી છે. જુદા જુદા પ્રધાનોને જુદા જુદા રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી રાંચીમાં થનાર કાર્યક્રમમાં ભાગ લેશે. જે પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં રાજનાથસિંહનો પણ સમાવેશ થાય છે. તમામ મંત્રીઓ સરકાર તરફથી દેશભરમાં આયોજિત કરવામાં આવી રહેલા કાર્યક્રમોનું નેતૃત્વ કરશે. એકલા ઉત્તરપ્રદેશમાં ૧૦ જેટલા પ્રધાનો આ કાર્યક્રમોમાં સામેલ થશે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર ૨૦૧૪માં ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. ૪૦ ઈસ્લામિક દેશો સહિત ૧૯૦થી વધુ દેશોએ યોગ માટે એક ખાસ દિવસ રાખવાની પહેલનું સમર્થન કર્યું હતુ પ્રથમ યોગ દિવસે ંમોદીએ દિલ્હીના ઐતિહાસિક રાજપથ ઉપર ૩૬,૦૦૦ લોકોની સાથે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જ્યારે બીજા યોગ દિવસ પર મોદી ચંદીગઢમાં રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને વિશ્વના દેશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યોગ સાધનાના કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીઓ, જુદી જુદી સંસ્થાઓના લોકો, જુદા જુદા રાજ્યોના પ્રધાનો, ઉદ્યોગપતિઓ, સેલીબ્રીટીઓ અને અન્ય વર્ગના લોકો ભાગ લે તેવી શક્યતા છે. રિહર્સલના કાર્યક્રમોમાં પણ હાલ ચાલી રહ્યા હતા.ડિસેમ્બર ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્ીય યોગ દિવસની જાહેરાત થઇ હતી. દેશભરમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે.યોગ દિવસને લઇને તૈયારી પૂર્ણ થઇ છે.