રાહુલ રાજીનામાને લઇને મક્કમ : ગેહલોત ફેવરિટ

354

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતની પાર્ટી પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ પદ પર રહેવા માટે ઇચ્છુક નથી. રાહુલ ગાંધી હજુ પણ રાજીનામાને લઇને મક્કમ બનેલા છે જેથી અશોક ગેહલોતને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના કંગાળ દેખાવ બાદ રાહુલ ગાંધીએ પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી. ત્યારબાદથી રાહુલ ગાંધી રાજીનામાને લઇને મક્કમ બનેલા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ગેહલોતને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી લેવા તૈયાર રહેવા માટે કહેવામાં આવી ચુક્યું છે.

રાહુલ ગાંધી કોંગ્રેસના પાર્ટી પ્રમુખના હોદ્દાથી રાજીનામુ પરત ખેંચવા માટે તૈયાર નથી. જુદા જુદા પાર્ટી નેતાઓ રાહુલ ગાંધીને સમજાવવામાં લાગેલા છે પરંતુ રાજીનામાને લઇને રાહુલ ગાંધી મક્કમ દેખાઈ રહ્યા છે. જો અશોક ગેહલોતને નવા પાર્ટી પ્રમુખ બનાવવામાં આવશે તો સચિન પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. અશોક ગેહલોત ગઇકાલે કોંગ્રેસ પ્રમુખને મળ્યા હતા. સાથે સાથે દેશના હિતમાં તથા પાર્ટીના હિતમાં પ્રમુખ તરીકે ચાલુ રહેવા રાહુલ ગાંધીને સમજાવ્યા હતા. બેરોજગારી અને યુવાનોના મુદ્દા છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ ગાંધીએ ખુબ જ સફળરીતે ઉઠાવ્યા હતા. ગેહલોતે અગાઉ સંસ્થાના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી બનતા પહેલા અશોક ગેહલોતને પાર્ટી માટે સંગઠનમાં જનરલ સેક્રેટરી ઇન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી હતી. બીજી બાજુ તેમના આગામી પગલાને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે આજે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ સંદર્ભમાં પાર્ટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમના અનુગામી કોણ બનશે તે અંગે પૂછવામાં આવતા પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલે કહ્યું હતું કે, અનુગામી અંગે નિર્ણય લેવા અંગે તેઓ સત્તા ધરાવતા નથી. રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે રાજીનામાને લઇને મક્કમ બનેલા છે પરંતુ રાહુલ ગાંધીના રાજીનામાની ઓફરને હાલમાં કોંગ્રેસની નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા કોંગ્રેસ કારોબારીએ ફગાવી દીધી હતી.

તમામ સ્તર ઉપર પાર્ટીમાં ધરખમ ફેરફાર કરવા રાહુલ ગાંધીને જવાબદારી પણ સોંપવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, રાફેલ ફાઇટર જેટ સોદાબાજીમાં ચોરી થઇ હતી. રાફેલના મામલામાં રાહુલ ગાંધીના આક્ષેપબાજી વચ્ચે પાર્ટીની કારમી હાર થઇ હતી. તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, રાફેલ ડિલના મામલામાં ઉંડી તપાસ થવી જોઇએ. ફાઇટર જેટ સોદાબાજીમાં તપાસ માટે સીવીસીમાં અરજી કરેલી છે.

Previous articleહિમાચલ : ૫૦૦ મીટર ઉંડી ખીણમાં બસ ખાબકી, ૩૦નાં મોત, ૨૫ ઘાયલ
Next articleજાતિ અને ધર્મથી મુક્ત થઇને સરકાર કામ કરશે : રાષ્ટ્રપતિ