જામજોધપુર કસ્ટોડિયલ ડેથ : પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદ

1924

જામજોધપુરમાં ૩૦ વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથમાં જામનગર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જેમાં જામનગર સેશન્સ દ્વારા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ૧૯૯૦ના વર્ષમાં જામનગરમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયું હતું, જેનો ગુરૂવારે જામનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. અન્ય પાંચ આરોપીઓને પણ અલગ અલગ સજા જાહેર કરવામાં આવી છે.

જામનગરના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસનો ગુરૂવારે ચુકાદો આવ્યો હતો. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત ૬ પોલીસ કર્મચારીઓઆ કેસમાં આરોપી હતા. વર્ષ ૧૯૯૦માં જામજોધપુર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત નિપજ્યું હતું. વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઈ હતી.

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ કોર્ટમાં રજૂ થયા હતા. સંજીવ ભટ્ટ સહિત પોલીસકર્મીઓને સજા થશે કે નિર્દોષ છૂટકારો થશે તેના પર સવારથી જ ચર્ચા હતી. ત્યારે જામનગર સેશન્સ આ વચ્ચે કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો.

અયોધ્યા મંદિરના મુદ્દે બે દાયકા અગાઉ ભાજપના નેતા એલ.કે.અડવાણીએ કાઢેલી રથયાત્રા અટકાવવાના પગલે વિરોધનો વંટોળ ફેલાયો હતો. જેના બાદ જામજોધપુર ખાતે ૧૯૯૦માં તોફાનો ફાટી નીકળ્યા હતા. સંજીવ ભટ્ટ આ દરમિયાન જામનગરમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ હતા. ત્યારે ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના રોજ આ તોફાનોમાં પોલીસે પ્રભુદાસ વૈષ્ણાની સહિત ૧૩૪ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વૈષ્ણવીની ખેંચ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. તેને જામીન પર મુક્ત કર્યાના ૧૦ દિવસ બાદ વૈષ્ણવીનું મોત થયું હતું. ત્યારે પોલીસ દ્વારા અત્યાચાર કરાયા બાદ તેનુ મોત થયુ હતુ તેવુ તેના પરિવારે આરોપ મૂક્યો હતો. આ કેસમાં સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી અને આ ફરિયાદની કાર્યવાહીમાં કાનૂની લાંબી લડત સુપ્રીમ કોર્ટ સુધી થઇ હતી.

સંજીવ ભટ્ટે ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતા ખૂબ કાયદાકીય વિવાદ થયો હતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ૨૦૦૨ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી. તો બીજી તરફ ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

સંજીવ ભટ્ટને ૨૦૧૧માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૫માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.

જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલામાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિતના ૭ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેને પગલે કોર્ટ પરિસરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

Previous articleગુજરાતમાં ખનીજ-ખાણના સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો
Next articleજિલ્લા જેલ ખાતે યોગાની ઉજવણી કરાઇ