ભડલાની સીમમાંથી ઈંગ્લીશ દારૂના ૧૯.૮પ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા

650

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના જાળીલા ગામ ખાતે યુવાનનુ મર્ડર થયેલ હોય જેના આરોપીઓની શોધખોળ આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા સ્ટાફના માણસો તથા પાળીયાદ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એન.સી.સગર તથા સ્ટાફના માણસો સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પો.સ્ટે.ના તથા બોટાદ જીલ્લાના પાળીયાદ અને રાણપુર પો.સ્ટે.ના ગામડાઓમાં કરતા હતા દરમ્યાન પાળીયાદ પો.સ્ટે.ના નાના ભડલા ગામની સીમમાં ગાંડુભાઇ ઉકડભાઇ સરૈયા રહે.નાના ભડલા વાળાના કબજા ભોગવટા વાળી વાડી ખાતે તપાસ કરતા ઓરડીમાં તથા વાડી પડેલ બોલેરો પીકઅપમાં છુપાવેલ જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૪૯૫, બોટલ નંગ-૫૯૪૦ કી.રૂ. ૧૭,૮૨,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કી.રુ.૩૫૦૦/-, બોલેરો પીકઅપ-૧ કી.રૂ-૨,૦૦,૦૦૦/- સહિત કૂલ કી.રુ.૧૯,૮૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે  આરોપી (૧) બાબભાઇ ભુરાભાઇ ખાચર જાતે.કાઠી-દરબાર ઉ.વ.૫૦ રહે.મોટા છૈડા તા.જી.બોટાદ હાલ રહે.થાન વગડીયા રોડ બોડીઘાર જી.સુ.નગર તથા ચ૨ૃ દેવજીભાઇ નરણભાઇ શેખ જાતે.ત.કોળી ઉ.વ.૩૦ રહે.થાન કોળી સોસાયટી જી.સુ.નગર વાળાઓને પકડી પાડી બન્ને ઇસમો તથા દારૂનો જથ્થો મંગાવનાર અજીતભાઇ બાબભાઇ ખાચર તથા ઉપરોકત વિદેશી દારૂનો જથ્થો આપનાર ધીરૂભાઇ જેઠુરભાઇ ખવડ તેમજ વાડી માલીક અને દારૂની હેરફેર કરવા માટે આવેલ મજુરો વિગેરે તમામ ઇસમો વિરૂધ્ધ પાળીયાદ પો.સ્ટે.ના હેડકોન્સ. રમેશભાઇ કે. જોગરાજીયા નાઓએ  પ્રોહી. એકટ તળેની ફરીયાદ આપી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા માર્કેટયાર્ડ ખાતે ભવ્ય કૃષિ મહોત્સવ યોજાયો