રાજુલાના ખેડૂતોમાં કોંગ્રેસ દ્વારા પાક વિમો મંજુર થયાના ખોટા મેસેજ વાયરલ

512

જાફરાબાદ તાલુકામાં સોશ્યલ મિડીયામાં કપાસનો વિમો મંજુર થયો અને તેને મંજુર કરાવવામાં કોંગ્રેસ અને એમના નેતાઓનો હાથ છે તેવા મેસેજ ફરતા થયા છે.

એમની ખોટુ બોલવાની હિંમતને દાદ આપવી પડે હો. કેન્દ્રમાં મોદીજીની ભાજપ સરકાર છે ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીની ભાજપ સરકાર છે અને આ ભાજપ સરકારોના પ્રયત્નોથી આ કપાસના વિમાને મંજુરી મળી છે.

તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઇ વરૂ શું કહે છે, ચાર દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કૃષીમંત્રી ફળદુ સાહેબ  દિલ્હી જઇને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પુરૂષોત્તમભાઇ રૂપાલાને મળ્યા હતા. અને કપાસના વિમા અંગે માહિતીઓ અવગત કરાવી હતી. ત્યારબાદ આ વિમાને મંજુરી મળી છે એટલે આ કોંગ્રેસના મિત્રો  વિમા મુદ્દે ખોટા જશ ખાટવાનું બંધ કરે, બાકી જાફરાબાદના ખેડૂતો તમારા જુઠાણાથી સારી રીતે વાકેફ છે. તેમ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઇ વરૂની યાદીમાં જણાવાયેલ છે.

Previous articleરાજુલા માર્કેટયાર્ડ ખાતે ભવ્ય કૃષિ મહોત્સવ યોજાયો
Next articleવિશ્વ પર્યાવરણ દિવસે ત્રિવિધ કાર્યક્રમમાં જોડાતા સ્કાઉટ-ગાઇડ