સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ-૧૨ કૉમર્સનો વિદ્યાર્થી વાઘેલા સાગર રમેશભાઈએ ન્યૂદિલ્લી ખાતે આવેલ તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા.-૦૫/૦૬/૧૯ થી ૦૭/૦૬/૧૯ દરમિયાન આયોજીત થયેલ ઇન્ટરનેશનલ કક્ષાની ટાઈકૉન્ડો સ્પર્ધામાં ૪૫ થી ૫૫ કિલો વજનની ૧૯ વર્ષથી નીચેનાં સ્પર્ધકો માટેની સ્પર્ધામાં ભાગ લઈ ગ્રાન્ડ માસ્ટર જીઓ ગીલે (ચેરમેન ઓર્ગેનાઇઝેશન ઓફ કોરીયા) નાં વરદહસ્તે ગૉલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ સ્પર્ધાનું ઇડસો થર્ડ કૂકકિવોન કપ ચેમ્પિયનશિપ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટાઇકૉન્ડો ચેમ્પિયનશિપ – ૨૦૧૯ નામે આયોજન થયું હતું.
આ વિદ્યાર્થીને શાળાના સંચાલકશ્રી, આચાર્ય તેમજ ઈ.આચાર્ય દ્વારા શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી શાળા, રાજ્ય તેમજ દેશનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીની આ સફળતા બદલ શાળાનાં ટ્રસ્ટી તેમજ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે. આ વિદ્યાર્થી ઉત્તરોતર પ્રગતિ કરે તેવી લાગણી સિહોર ગામનાં લોકો ઈચ્છી રહ્યા છે.