જબલપુર-સોમનાથ એક્સપ્રેસના દિવસોમાં પરિવર્તન

948

રેલ પ્રશાશન દ્વારા રેલ ગ્રાહકોને વધુ સારી રેલ સુવિધા પૂરી પાડવા માટે જબલપુરથી સોમનાથ સુધી ચાલતી ટ્રેન ચલાવવાના દિવસોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ ગાડી સપ્તાહમાં પાંચ દિવસ (વાયા ઇટાસિઆ) તથા બે દિવસ (વાયા બીના) ચાલે છે, જેમાં એક-એક દિવસની પરિચાલનમાં પરિવર્તન કરાવામાં આવેલ છે. જેની જાણકારી નીચે દર્શાવ્યા મુજબ છે.

ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા ઇટરસિથી) મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, અને રવિવારની જગ્યાએ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ થી દરેક મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શનિવાર તથા રવિવારે જબલપુરથી ચાલશે. ટ્રેન નંબર ૧૧૪૬૬ જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા બીનાથી) હાલમાં સોમવાર તથા શનિવાર ની જગ્યાએ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ થી દરેક સોમવાર તથા શુક્રવારે જબલપુરથી ચાલશે. સાથે જ રેલવે પ્રશાસનને ૦૧ જુલાઈથી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધીમાં ટ્રેન નંબર ૧૧૪૬૪, જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા ઈટારસી) દર શુક્રવારે પરિવર્તિત માર્ગ જબલપુર-કટની મુરવાડા-બીના-ભોપાલથી ચાલશે તથા રસ્તામાં જબલપુર-ભોપાલ ની વચ્ચે ગાડી સંખ્યા ૧૧૪૬૬ જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા બિના) આપેલ હોલ્ડ (વિરામ) પર રોકાશે. ઉપરોક્ત સમયમાં આ ટ્રેન જબલપુરથી પ્રતિ શુક્રવાર તેના નિર્ધારિત સમય સવારે ૧૧.૪૦ વાગ્યા ની જગ્યાએ સવારે ૧૦.૦૦ કલાકે ચાલશે. આ પ્રકારે ૦૧ જુલાઈ થી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધીના સમયમાં ગાડી સંખ્યા ૧૧૪૬૬ જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા બીના) પ્રત્યેક શનિવારે પરિવર્તિત માર્ગ જબલપુર-ઈટારસી-ભોપાલ થી ચાલીને આ રસ્તામાં જબલપુર-ભોપાલની વચ્ચે ગાડી સંખ્યા ૧૧૪૬૪ જબલપુર-સોમનાથ એક્સપ્રેસ (વાયા ઈટારસી) ને આપેલ હોલ્ડ (વિરામ) પર રોકાશે. ઉપરોક્ત સમયમાં આ ટ્રેન જબલપુરથી પ્રતિ શનિવાર તેના નિર્ધારિત સમય સવારે ૧૦.૦૦ વાગ્યા ની જગ્યાએ સવારે ૧૧.૪૦ કલાકે ચાલશે. વિશેષ નોંધ-સોમનાથ થી જબલપુર જવાવાળી ગાડી સંખ્યા ૧૧૪૬૩ (વાયા ઈટારસી) તથા ૧૧૪૬૫ (વાયા બીના) તેના નિર્ધારિત સમય તથા દિવસો પર ચાલશે. આ બંને ટ્રેનોની સમય સારણીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

Previous articleટીંબી ગામમાં ખેતીમાં વીજલાઇનના ધાંધિયાથી ખેડૂતોમાં ભભૂકતો રોષ
Next articleનંદી શાળાના સ્વંયમ સેવકો, પશુ ડોકટરે હડકાયો આખલાને ધેનના ઈન્જેકશનથી કાબુમાં લીધો