દામનગર શહેર માં હડકાયા થયેલ આખલા નો આતંક ૧૫ થી વધુ ને નાની મોટી ઇજા ઓ કરી હતી સામાજિક કાર્યકર જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદી શાળા ના સ્વંયમ સેવકો અને પશુ ડોકટર જયેશ મકવાણા સહિત ના કાફલા ની ભારે મહેનત બાદ હડકાયો થયેલ આખલા ને ધેન ના ઇન્જેક્શન થી કાબુ કરી બાંધી દેવયો હતો આ અંગે પશુ તબીબે જણાવ્યું હતું કે આ આખલો હડકાયો થયો છે તેથી ધુરી ચડે તેથી માનસિક સંતુલન ગુમાવી ભારે હિંસક બને આ હડકાયા થયેલ આખલા ને મુક્ત કરાય તો ભારે વિનાશકારી બની શકે છે આ હડકાયા થયેલ આખલો ત્રણ દિવસ મૃત્યુ પામે છે આ હડકવા ના વાયરસ ની કોઈ રસી કે ઈલાજ નથી તેમ જણાવ્યું હતું સ્થાનિક નગરપાલિકા એ રેઢિયાર ઢોર નું નિયમન કરવા ની વ્યવસ્થા કરી જોઈ એ અને સરકારી તંત્ર એ મામલતદારએ તાકીદે આવી સ્થિતિ માં સ્થાનિક પોલીસ ને ચૂસના આપી શૂટ કરવા આદેશ આપવો જોઈ એ માનવ જીવન ને મહત્તા આપી સવિવેક આવી સ્થિતિ માં મૂલ્યવાન માનવ જીવન ને બચાવવા હડકાયા થયેલ પશુ નો સત્વરે નિકાલ કરી ભય મુક્ત કરવા સ્થાનિક પાલીકા અને પોલીસે સક્ષમ અધિકારી ની મજુરી મેળવી નિર્ણય કર્યો હોય તો પંદર થી વધુ વ્યક્તિ ઓ ઇજા ઓ માં થી બચાવી શકાય