રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ આ રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગર અગ્રેસર રહી છે. આદર્શ નિવાસી શાળા, ગાંધીનગર દ્વારા તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગરના પ્રમુખ બી. કે. ચાવડાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ. આદર્શ નિવાસી શાળાના બાળકો દ્વારા આ પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેને રોટરી ક્લબ ઓફ કેપિટલના પ્રમુખ સહિત ઉપસ્થિત પદાધિકારીઓએ માણ્યું હતું.
રોટરી ક્લબનો મહાયજ્ઞ સમાન કાર્યક્રમ એટલે “પોલિયો મુક્ત વિશ્વ” અભિયાન. માત્ર ગાંધીનગર જ નહિં, રાજ્ય કક્ષાએ નહિં રાષ્ટ્ર નહિં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોટરી ક્લબની આ કાર્યક્રમાં વિશિષ્ટ સેવાને કારણે નોંધ લેવામાં આવે છે. તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ પોલિયો રવિવાર અંતર્ગત સંસ્થા દ્વારા સેક્ટર-૨૪, ઈન્દીરાનગર વસાહત સહિત ગાંધીનગર શહેર – જિલ્લાના અનેક વિધ ભાગોમાં પોતાનું સક્રિય યોગદાન પુરું પાડ્યું હતું. રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગરની આ ક્ષેત્રની ઉમદા સેવાને જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા બિરદાવવામાં આવેલ.