હું ઘણા લોકોથી ઈંસ્પાયર છું : સૌમ્યા ટંડન

611

ટેલિવિઝનની ખૂબસૂરત અદાકાર અભિનેત્રી સૌમ્યા ટંડને ’ભાભીજી ઘર પર હે’માં વાપસી કર્યા બાદ શોની સફળતાને લઈ ફરી ચર્ચમાં છે ત્યારે હાલમાં તેમના વ્યસ્ત શેડ્‌યુલમાંથી ઇન્ટરવ્યુ માટે સમય આપ્યો હતો અને લોક સંસાર સાથે વાતચીત કરી હતી જેમના મુખ્ય અંશ પેશઃ-

છ મહિનાનાં લાંબા બ્રેક બાદ શો વાપસી કરી કેવું ફિલ થયું?

હું પાછી આવીશ એ નક્કી નહોતું કારણ કે અમારી જે ટિમ છે એ ખુબજ સારી છે ઘણી વાર એવું થતું હોય છે કે તમે એક જ જગ્યાએ કામ એટલે નથી કરતા કે શો હિટ હોય છે કે પૈસા વધારે મળતા હોય છે.ઘણી વાર એવી જગ્યાએ કામ કરવા ઈચ્છતા હોવ છો જે તમારી ટિમ છે તમારી સાથે કામ કરે છે ડિરેકટર અને આખી યુનિટ એ ખુબજ સારી હોય છે અને મેં નક્કી કર્યું કે મારે ટેલિવિઝનમાં ફરી આવું છે તો આ ટિમ ખુબજ સારી છે એટલે મને લાગ્યું કે આ ટિમ સાથે મારે ફરી એક વાર જોડાવું છે

’જબ વી મીટ’બાદ તમે કોઈ ફિલ્મો નથી કરી તેમનું શુ કારણ છે?

તેમનું કારણ એક જ છે કે હું ટેલિવિઝનમાં વ્યસ્ત હતી હું ડાન્સ ઇન્ડિયા ડાન્સ હોસ્ટ કરી રહી હતી તે શો ઘણો હિટ હતો જેથી સમય ન મળ્યો.અને ટેલિવિઝન સમય ખાય છે બહાર કામ કરવાનો સમય નથી મળતો.અને એવો કોઈ જબરદસ્ત ફોર નહોતી મળી જેના કારણે હું ટેલિવિઝન છોડી દવ.એક સમયે નાના રોલ ઓફર થતા જેમાં મને રુચિ નથી એટલે મેં ટેલિવિઝનમાં કેન્ટીન્યુ રાખ્યું હવે સમય સારો આવ્યો છે જ્યાં નવા કલાકારો અને નવા કિરદાઓ આવ્યા છે તો એજ કારણ હતું કે હું ટેલિવિઝનમાં વ્યસ્ત હતી

એ વાત સાચી છે કે તમે અક્ષય કુમારથી ઇસ્પાયર છો?

ખબર નહિ વિકિપીડિયામાં કોઈએ લખી નાખ્યું છે અને હું અક્ષય કુમાર ડેફીનેટરલી ખુબજ સારા છે ડીસીપ્લીન એક્ટર છે અને તેમણે પોતાને ઘણા મેન્ટેન કર્યા છે અને હું ઘણા લોકોથી ઈંસ્પાયર છું અને ઘણા ફિટ અભિનેતાઓ છે કોઈ એકનું નામ લેવું સાચું નથી.

તમને ફિલ્મની ઓફર મળે છે?

ઓફર તો ઘણી મળે છે પરંતુ નાનાં રોલમાં મને ઇંટ્રેસ્ટ નથી અને ખુબજ તકડા પાવરફુલ રોલ અત્યારે સુધી નથી ઓફર થયો

Previous articleદિવ્યા દત્તા રિયાલિટી શો જજ કરવા માટે ઇચ્છુક છે
Next articleવિદ્યા બાલન ઘણા સમયથી ફિલ્મોથી દુર થઇ