ICCએ કરી જાહેરાત : કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ

432

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ક્રિકેટને રાષ્ટ્રમંડળ ગેમ્સમાં સામેલ કર્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડએ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન એટલે કે સીજીએફના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ૨૦૨૨મા બર્મિંઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટીમ રમશે.

મહિલા ક્રિકેટ ૨૦૨૨મા બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે. રાષ્ટ્રમંડળ રમત મહાસંઘની કાર્યકારી બોર્ડની બેઠકમં ગુરૂવારે તેની ઉમેદવારી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ પહેલા એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે.

આઈસીસીએ પોતાની અખબારી યાદીમાં કહ્યું, ’સીજીએફ સભ્યો દ્વારા હજુ તેના પર મંજૂરી આપવાની બાકી છે. આ નિર્ણય માટે ઈસીબી અને આઈસીસીના પ્રયાસ સામેલ છે જેણે મહિલા ક્રિકેટને રાષ્ટ્રમંડળ ગેમ્સ કાર્યક્રમનો ભાગ બનાવવા માટે ઘણી મહેનત કરી છે.’

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માત્ર એક વાર વર્ષ ૧૯૯૮ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટ સામેલ કર્યું છે, જેમાં આફ્રિકાની ટીમ ટોપ પર રહી હતી. આ વાતને લઈને આઈસીસીના મુખ્ય કાર્યકારી મનુ સાહનીએ કહ્યું, અમે મહિલા ક્રિકેટને બર્મિંઘમ રમત ૨૦૨૨મા સામેલ કરવાની રજૂઆતનું સ્વાગત કરીએ છીએ. હું સીજીએફ અને બર્મિંઘમ ૨૦૨૨મા તમામને ધન્યવાદ આપુ છું.

Previous articleવિદ્યા બાલન ઘણા સમયથી ફિલ્મોથી દુર થઇ
Next articleગાંગુલી-લક્ષ્મણ સલાહકાર સમિતિ અને IPLમાંથી એક પદ પસંદ કરે : BCCI