બીસીસીઆઇના એથિક્સ ઓફિસરે સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને જણાવ્યું છે કે, તેઓ એક સમયે બે કામગીરી સંભાળી ના શકે.
ગાંગુલી અને લક્ષ્મણ ક્રિકેટ સલાહકાર સમિતિનો ભાગ છે. આ સાથે જ તેઓ આઇપીએલમાં પણ વિવિધ ટીમોમાં મેન્ટરની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.
બીસીસીઆઇ એથિક્સ કમિટિના ઓફિસર ડીકે જૈને જણાવ્યું હતું કે, બન્ને ભૂતપૂર્વ ખેલાડીઓ બે કાર્યભાર સંભાળી રહ્યા છે જે હિતોની વિરુદ્ધ છે. લોઢા સમિતિની ભલામણ મુજબ, એક સમયે એક વ્યક્તિ કોઇ એક જ પદ પર રહી શકે છે. સચિન તેંડુલકર સલાહકાર સમિતિને છોડી ચૂક્યા છે. પરંતુ લક્ષ્મણ અને ગાંગુલીએ એક પદ પસંદ કરવું પડશે. તેમણે નિર્ણય લેવો પડશે કે તેઓ ભારતીય ક્રિકેટની કેવી રીતે આગળ વધારવા માગે છે.
સૌરવ ગાંગુલી સલાહકાર સમિતિની સાથે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ પણ છે.
આ સાથે તેઓ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમના મેન્ટર પણ છે. લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર છે. તેંડુલકર અગાઉ સલાહકાર સમિતિ અને મુંબઇ ઇન્ડિયન્સની સાથે ટીમના મેન્ટર તરીકે જોડાયેલા હતા. જો કે બાદમાં તેમણે સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. વિવાદ બાદ લક્ષ્મણે પણ પોતાના રાજીનામાની રજૂઆત કરી હતી.