દુનિયાની ૮મી સૌથી વિશાળ વાહન ઉત્પાદક કિયા મોટર્સે ભારત માટે તેની પ્રથમ કાર કિયા સેલ્ટોઝનું વૈશ્વિક પદાર્પણનું આયોજન કર્યું હતું. ઘરઆંગણે ઉત્પાદિક, કિયા સેલ્ટોઝ પ્લશ અને સ્પેશિયલ ઈન્ટીરિયર્સ સાથે સમકાલીન અને સ્ટાઈલિશ ડિઝાઈનથી સમૃદ્ધ છે. આ વાહન ઘણા બધા વિશ્વ, ભારત અને સેગમેન્ટમાં અવ્વલ અને કક્ષામાં અવ્વલ સેફ્ટી ફીચર્સ ધરાવે છે, જેને લઈ વાહન સેગમેન્ટમાં નવો ચીલો ચાતરવા અને પોતાની આગવી ઓળખ કંડારવા માટે સુસજ્જ છે. કિયા સેલ્ટોઝ ઉચ્ચ કાર્યક્ષમતા અને શક્તિશાળી પરફોર્મન્સ માટે વિકસિત ત્રીજી પેઢીની પાવરટ્રેન સ્માર્ટસ્ટ્રીમ સાથે સુસજ્જ આવે છે. મૂળ ભારત માટે બનાવવામાં આવેલા આ વાહનમાં વિશ્વ કક્ષાની ડિઝાઈન, ગુણવત્તા અને ફીચર્સ છે અને હવે તે ૨૦૧૯ના ચોથા ત્રિમાસિકથી વૈશ્વિક બજારોમાં પણ ઉપલબ્ધ છે.આ અવસરે બોલતાં કિયા મોટર્સ કોર્પોરેશનના સીઈઓ અને પ્રેસિડેન્ટ હેન વૂ પાર્કે જણાવ્યું હતું કે ભારત કિયા મોટર્સની એકંદર વૃદ્ધિની વાર્તા માટે મહત્ત્વપૂર્ણ બજાર છે અને અમારી વૈશ્વિક પહોંચ વિસ્તારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત દેશમાં અજોડ ડ્રાઈવિંગની સ્થિતિ સાથે વૈવિધ્યપૂર્ણ દેશ છે અને તેથી દરેક અર્થમાં પરફેક્ટ વાહન રજૂ કરવાનું મહત્ત્વપૂર્ણ હતું.
કિયાનું લક્ષ્ય દરેક શક્ય ગ્રાહકો સુધી પહોંચવાનું અને દેશના અંતરિયાળ ખૂણાઓમાં પણ તેમને માટે શક્ય ઉત્તમ સંભાળ પૂરી પાડવાનું છે. કંપની ભારતમાં કોઈ પણ કાર નવાગંતુક માટે સર્વોચ્ચ સંપર્ક સ્થળો સાથે રિટેઈલ વેચાણ શરૂ કરવા માગે છે. કંપની ૧૬૦ શહેરોમાં ફેલાયેલા કિયાના અધિકૃત ડીલર ભાગીદારોની માલિકીનાં ૨૬૫ ગ્રાહક સંપર્ક સ્થળો થકી તેના ગ્રાહકોને પહોંચી વળવા માગે છે. કંપનીની ગ્રાહકલક્ષી વ્યૂહરચનાના ભાગરૂપે ઓન/ ઓફફલાઈન સેલ્સ સિસ્ટમ વેચાણના પહેલા દિવસથી જ ઉપલબ્ધ બનશે, જ્યારે ડિજિટસ શોરૂમો રજૂ કરવા સહિત સેલ્સથી સર્વિસીસ સુધી સંપૂર્ણ ગ્રાહક પ્રવાસનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે.