રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત બનશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ..!?

561

૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પદ છોડવાની બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા પછી પક્ષે નવા પ્રમુખની શોધ શરુ કરી છે. એવામાં સમાચારો વહેતા થયા છે કે સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર ગણવામાં આવતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે.રાજસ્થાન કૉંગ્રેસ પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ વાર મુખ્યમંત્રી રહેલા અશોક ગેહલોત ગેહલોતને કેન્દ્રીય સંગઠનની જવાબદારીના ભાગ રૃપે દિલ્હી બોલાવવામાં આવશે. આ ચર્ચા વચ્ચે રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ ને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતા સપ્તાહ સુધી ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે અશોક ગેહલોતને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવે છે કે નહીં. આ પછી જ રાજસ્થાનમાં રાજ્ય સરકારની દિશા નક્કી થશે કે મુખ્યમંત્રી ગેહલોત રહેશે કે પછી સચિન પાયલટ.રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી અશોક ગેહલોતને સોંપવામાં આવે તેની મુખ્યકારણ એ છે કે ગયા વર્ષે અલગ-અલગ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન સારુ રહ્યું હતુ. બીજુ બાજુ અશોક ગેહલોત સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર વ્યક્તિઓમાંના એક છે બધાને સાથે લઇને ચાલનાર એક સંજીદા રાજનેતા છે. ખાસ વાત એ છે કે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી કોંગ્રેસ સરકારમાં અશોક ગેહલોત પર આજ સુધી એક પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી.

તેમની સ્વચ્છ છબી અને જમીન સાથે જોડાવાની ગુણવત્તા પણ તેમને ગાંધી પરિવારની નજીક લાવે છે.

Previous articleગાંધીનગર બન્યું યોગમય : ઠેર ઠેર યોગના કાર્યક્રમો યોજાયા
Next articleકર્ણાટકમાં વહેલી ચૂંટણીના સદર્ભે દેવગૌડાની પીછેહઠ