અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડા.ચિંતન દેસાઇ અને તાલુકા હેલ્થ ઓફિસર ધંધુકા ડા.દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ ભડીયાદ પ્રા.આ.કેન્દ્ર ખાતે તમાકુ મુક્ત સમાજ અંગે લોકો માહિતગાર થાય તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ શિબિરમાં ધંધુકા તાલુકા હેલ્થ ઓફીસર ડા.દિનેશ પટેલ, ભડીયાદ આયુષ મેડીકલ ઓફીસર ડા.સિરજ દેસાઇ, સરપંચ મોહનભાઇ ચૌહાણ, આરોગ્ય સ્ટાફ, સુપરવાઇઝર, આશા અને આંગણવાડી વર્કર અને ગામલોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા હેલ્થ અધિકારી ધંધુકા ડા.દિનેશ પટેલે જણાવ્યું હતું કે તમાકુ અને તેની બનાવટની આડઅસરથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. લોકો પોતે જાગૃત થાય અને વ્યસન મુક્તિ માટે મન મક્કમ કરીને સંકલ્પ સાથે વ્યસન છોડે તમાકુમાં નિકોટીન નામનો નશાવાળો પદાર્થ હોય છે. જે થોડા સમય માટે ખૂબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે ફેફસા, હૃદય, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે અને તેના કારણે સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે.