સ્વામિનારાયણ ગુરૂકુળ સિહોરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

526

સ્વામિનારાયણ ગુરૂકુળ સિહોરમાં ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ તથા હાઇસ્કૂલ વિભાગમાં સંયુક્ત ઉપક્રમે ૨૧ જુન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સમુહ યોગાસનનું આયોૅજન કરવામાં આવેલ જેમાં પ.પૂ.સ્વામીજીએ પ્રથમ યોગ વિશે માહિતી આપેલ ત્યારબાદ પ્રોજેક્ટ પર બાળકોને યોગ નિદર્શન કરાવેલ શાળાના બાળકો સાથે સ્ટાફ આચાર્ય તથા સ્વામીજી દ્વારા પણ યોગ કરેલ જેમાં ધનુરાસન, સર્વાગાસન, ચક્રાસન, નાડાસન, કટીચક્રાસન, સુપ્તવજ્રાસન, મત્સ્યાસન જેવા વિવિધ આસનો બાળકો દ્વારા કરવામાં આવેલ. આસનોથી થતા ફાયદાઓની સમજ પૂરી પાડવામાં આવેલ અંતમાં પ.પૂ.સ્વામીજી દ્વારા તમામ બાળકોને દરરોજ પ્રાતઃ કાળે તમારી સમય અનુકુળતા મુજબ યોગ કરવા માટે શપથ લેવરાવવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમની ગોઠવણ પીટી શિક્ષક સામંતભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ.

Previous articleજાળીલા ઉપસરપંચ હત્યા મામલે મૃતકનાં પરિવારની માંગણીઓ સ્વીકારાતા મૃતદેહની અંતિમ વિધી કરાઇ
Next articleસીઆઇએસએફ દ્વારા યોગદિન મનાવાયો