પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પતંજલી યોગપીઠ ભાવનગરનાં યોગગુરૂ છગનભાઇ જાંબુચાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સવારે ૭ થી ૮ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ડીઆરએમ રાકેશ રાજપુરોહિત સહિત અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.