બોલિવુડની હાલની લોકપ્રિય અભિનેત્રી દિશા પટની ફરી એકવાર ઘાયલ થઇ ગઇ છે. સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતના શુટિંગ વેળા પણ તે ઘાયલ થઇ ગઇ હતી. હવે ફરી એકવાર ઘાયલ થઇ ગઇ છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન દિશાએ કહ્યુ હતુ કે તે ભારત ફિલ્મ વેળા ઘાયલ થયા બાદ હવે ફરી ઇજાગ્રસ્ત બની છે. ભારત ફિલ્મની સફળતા બાદ તે પોતાની ઇજાને ભુલી ગઇ હતી. જો કે હવે ફિલ્મ મલંગના સેટ પર તે ફરી ઘાયલ થઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે ચાહકોને નિરાશ થવાની જરૂર નથી.ય કારણ કે તેની સારવાર તરત થઇ ગઇ છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો દિશા જ્યારે મલંગ ફિલ્મનુ શુટિંગ કરી રહી હતી ત્યારે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. જો કે વેનિટી વેનમાં તેને તરત જ ઇન્જેક્સન આપી દેવામા ંઆવ્યા બાદ હવે રાહત થઇ રહી છે. તે ફિલ્મ માટે ફરી શુટિંગ શરૂ કરી ચુકી છે. ફિલ્મ ભારતના સેટ પર ફ્લીપ, ફાયર હુપ અને જંપ દરમિયાન તેને ઇજા થઇ ગઇ હતી. તેની સ્થિતી હજુ નોર્મલ નથી. પરંતુ તે શુટિંગ કરવા લાગી ગઇ છે. દિશાની ફિલ્મ મલંગમાં તેની સાથે આદિત્ય રોય કપુર, અનિલ કપુર પણ કામ કરી રહ્યા છે. ફિલ્મને નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૧૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે રજૂ કરવાની યોજના છે. દિશા પટની બોલિવુડમાં સૌથી હોટ અને ફિટ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે તે સોશિયલ મિડિયા પર સૌથી વધારે ફેન ફોલોઇંગ ધરાવે છે. દિશા પટની ચાહકોને વારંવાર તેના બોલ્ડ અને સેક્સી ફોટોઓ સોશિયલ મિડિયા પર શેયર કરીને રોમાંચ સર્જે છે. આદિત્ય રોય કપુર પાસે પણ કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં તે સડક-૨ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. કલંકમાં પણ હાલમાં તે નજરે પડ્યો હતો.