મલેશીયા ખાતે ઈન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ચેમ્પિયન જાનવી મહેતાનું કરાયેલું સન્માન

1122
bhav4-2-2018-5.jpg

હાલ મલેશિયાના કુલ્લાલુમપુર ખાતે યોજાયેલી ૬ઠ્ઠી ઈન્ટરનેશનલ યોગ ફેસ્ટીવલ અને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ-૨૦૧૮માં ભાવનગર શહેરની જીગ્નેશભાઈ અને પ્રતિભાબેનની પુત્રી જાનવી મહેતાએ આ યોગાસન સ્પર્ધામાં એથેનિક ચેમ્પિયનશીપમાં પ્રથમ આરટીસ્ટીક ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ૫ મેઈન ગ્રૃપમાં પ્રથમ આવેલ ખેલાડી એટલે ટોપ-૫ ભાઈઓમાંથી ધી ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનની સ્પર્ધામાં જાનવી ૨જ૪ રનર્સઅપ થઈ ‘મિસ યોગીની ઓફ વર્લ્ડ’નું બિરૂદ મેળવ્યુ છે. જાનવીએ મેડલ મળતા ખુશી સાતે જણાવ્યું હતું કે મને મળેલ સિદ્ધીમાં શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ તથા આઈ.પી.સી.એલ. ના પીયુષબાઈ તંબોળીનો ખુબજ સપોર્ટ સહકાર રહ્યો છે. યોગ એન્ડ કલ્ચર એસોસિએશન ઓફ ગુજરાતના ડો. આર.જે. જાડેજા તથા સંતોષભાઈ કામદાર દ્વારા જાનવીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આજરોજ સવારે ઈસ્કોન કલબ ખાતે ગ્રીનસીટી સંસ્થા તથા ઈસ્કોન કલબ દ્વારા જાનવી મહેતાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જાનવીને ટ્રોફી એનાયત કરી હતી તથા ઈસ્કોન કલબના આનંદભાઈ ઠકકરે જાનવીને હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. ગ્રીનસીટીના તમામ સભ્યો તથા ઈસ્કોન કલબના આનંદભાઈ ઠક્કરે જાનવીને હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. ગ્રીનસીટીના તમામ સભ્યો તથા ઈસ્કોન કલબના દરેક સભ્યોએ જાનવી મહેતાને અભિનંદન પાઠવ્યા હતા.

Previous article ૩રમી ગુજરાત સાયન્સ કોંગ્રેસનો આજથી પ્રારંભ
Next article નવા બંદર ખાતે તીનપત્તીનો જુગાર રમતા ૯ ઈસમો જબ્બે