નવા બંદર ખાતે તીનપત્તીનો જુગાર રમતા ૯ ઈસમો જબ્બે

722
bhav4-2-2018-2.jpg

શહેરના નવાબંદર ખાતે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને એસઓજી ટીમે બાતમીરાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમી આધારે મોડીરાત્રિના નવા બંદર મહાકાળીમાના મંદિર પાસે રેઈડ જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા સુરાભાઈ ઓધાભાઈ વિસાવડીયા, ભરતભાઈ રવજીભાઈ ગોહિલ, ખીમજીભાઈ જીવરાજભાઈ રાઠોડ, સોંડાભાઈ સોમાભાઈ પરમાર, અજયભાઈ કાળુભાઈ રાઠોડ, જગદિશભાઈ ઉર્ફે જગો લાલાભાઈ રાઠોડ, ખલીલ બાબુભાઈ હબીબાણી, હેમંત જેન્તીભાઈ સોલંકી, ભરતભાઈ આતુભાઈ બારૈયાને રોકડ રૂપિયા ર૩૪પ૦ તથા મોબાઈલ ફોન-૮ તથા મોટરસાયકલ-૧ તથા ગંજીપાના મળી કુલ રૂા.૬૩૪પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જ્યારે કનુભાઈ ઓધાભાઈ વિસાવડીયા રહે.નવાબંદર રેઈડ દરમ્યાન નાસી ગયેલ હતો જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.
આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમાર તથા ઘોઘારોડ પો.સ્ટે.ના પોસઈ એમ.વી. દાફડા, એસઓજીના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા, સોહિલભાઈ ચોકીયા, નીતિનભાઈ ખટાણા, હરેશભાઈ ઉલવા, પ્રદિપસિંહ ગોહિલ, રાજદિપસિંહ ગોહિલ, અતુલભાઈ ચુડાસમા, ડ્રાઈવર મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous article મલેશીયા ખાતે ઈન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ચેમ્પિયન જાનવી મહેતાનું કરાયેલું સન્માન
Next article રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી