ગાંધીનગરની ટીમે ખેડા તાલુકામાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી ૧ લાખ ૬૬ હજારની મતાની ઉઠાંતરી કરી

571

શહેરની ટીમે ગતરોજ ખેડા તાલુકાના બીડજ ગામમાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડ્‌યો હતો. આ દરોડામાં ૧,૬૬,૭૮૦ ના મુદ્દામાલ સાથે સાત જુગારીઓ ઝડપાયાં હતાં. જો કે જુગારધામ ચલાવનાર મુખ્ય સૂત્રધાર સ્થળ પરથી મળી આવ્યો ન હતો. પોલીસે પકડાયેલા સાત જુગારીઓ તેમજ જુગારધામ ચલાવનાર મુખ્ય સૂત્રધાર મળી કુલ આઠ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે ગતરોજ રાત્રિના સમયે ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. અકીલા જે દરમિયાન ખેડા તાલુકાના વાસણા ગામમાં રહેતાં રણજીતભાઈ લક્ષ્મણભાઈ દરબાર નામનો વ્યક્તિ ખેડા તાલુકાના બીડજ ગામમાં આવેલ મહાદેવ નગરી વિસ્તારમાં જુગારધામ ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડ્‌યો હતો. જ્યાં પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં સાત જુગારીઓને ઝડપી પાડ્‌યાં હતાં. જુગારધામ ચલાવનાર મુખ્ય સૂત્રધાર રણજીતભાઈ લક્ષ્મણભાઈ દરબાર સ્થળ પરથી મળી આવ્યો ન હતો. પોલીસના દરોડામાં પકડાયેલા જુગારીઓમાં બિજલભાઈ મંગળભાઈ વસાવા (બીડજ), અશોકભાઈ મનસુખ ભાઈ તડવી (બીડજ), અશ્વિન કુમાર બુધાભાઈ ખંડવી (લાલી, તા.ખેડા), વિનુભાઈ ગોકળભાઈ તડવી (લાલી,તા.ખેડા), મેહુલ કુમાર બિપીનભાઈ સોલંકી (બારેજા, તા.દસક્રોઈ), જગદીશ ભાઈ શાંતિલાલ તડવી (બીડજ), અને બંસીભાઈ લીલાભાઈ ભોઈ (બીડજ) નો સમાવેશ થાય છે.

Previous articleમોડાસાના માઝુમ ડેમમાં ડિટોનેટર બ્લાસ્ટ : માછીમારી કરવા માટે જોખમી નુસખો અપનાવાયો
Next articleમોડાસામાં પોલીસતંત્રની ટ્રાફિક ડ્રાઈવઃ હાથલારી-પાથરણા વાળા સામે કાર્યવાહી