મોડાસામાં પોલીસતંત્રની ટ્રાફિક ડ્રાઈવઃ હાથલારી-પાથરણા વાળા સામે કાર્યવાહી

471

અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટીલે  મોડાસા શહેરમાં અસહ્ય બનેલા ટ્રાફિક અને ગેરકાયદેસર રોડ પર હાથલારીઓ ખડકી દેતા ટ્રાફિકજામ વારંવાર સર્જાતા મોડાસા ટાઉન પોલીસ તંત્રને ટ્રાફિકજામ કરનાર શખ્શો સામે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા મોડાસા શહેરના રાજમાર્ગોનું અસ્તિત્વ જોવા મળ્યું હતુંઇ મોડાસા ટાઉન પોલીસે ૩ દિવસમાં આઈપીસી કલમ-૨૮૩ મુજબ ૧૭ હાથલારી સાથે રોડ પર અડિંગો જમાવતા શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી કરતા હાથલારીઓવાળા ૪ દિવસથી મુખ્યમાર્ગો પરથી ગાયબ થઈ ગયા છે  મોડાસાના કડીયાવાડા રોડ પર ૫ થી વધુ હોસ્પિટલો અકીલા આવેલી હોવાથી અને બસ સ્ટેન્ડ પાછળ ૧૫ થી વધુ હોસ્પિટલોમાં ઇમર્જન્સી સારવાર માટે આવતી એમ્બ્યુલન્સ અને ૧૦૮ એમ્બ્યુલન્સ રોડ પર ખડકાયેલી હાથલારીઓ અને પથારાવાળા ના લીધે ટ્રાફિકમાં અનેકવાર અટવાઈ પડવાની અને દર્દીઓના જીવ જોખમના મુકાયા હોવાની અનેક ઘટનાઓ બનતા પોલીસતંત્રએ બંને માર્ગ પર ઉભેલી હાથલારીઓ વાળા સામે સખ્તાઈ પૂર્વક કામગીરી કરતા સારવાર અર્થે આવનાર દર્દીઓ અને લોકોમાં આનંદ છવાયો છે

Previous articleગાંધીનગરની ટીમે ખેડા તાલુકામાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી ૧ લાખ ૬૬ હજારની મતાની ઉઠાંતરી કરી
Next articleદિવા તળે અંધારું, છાત્રેસ્વરીમાં વીજળીના અભાવે ૨૦૦ પરિવારોની હાલત કફોડી