પશ્વિમ બંગાળના હિંસા ગ્રસ્ત ભાટપાડા વિસ્તારમાં ભાજપના સાંસદોનુ પ્રતિનિધિમંડળ પહોંચી ચુક્યુ છે. પ્રતિનિધિમંડળનુ નેતૃત્વ કરી રહેલા પશ્વિમ બંગાળના સાંસદ આહલુવાલિયાએ કહ્યું છે કે આ હિંસાથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખુબ દુખી થયેલા છે. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતું કે, અમિત શાહ હિંસાની ઘટનાઓને લઈને ખુબ દુખી છે. અમિત શાહને આ સંદર્ભમાં અહેવાલ સોંપવામાં આવનાર છે. આહલુવાલિયાની સાથે ભાજપના સાંસદ સત્યપાલસિંહ અને બીડીરામ પણ પહોંચ્યા છે. આહલુવાલિયાએ કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ માત્ર બંગાળમાં જ થઈ રહી છે. તમામ સંબંધિતો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. અમિત શાહને ત્યારબાદ અહેવાલ સોંપવામાં આવશે. બે જુથ વચ્ચે અથડામણમાં બે લોકોના મોત બાદ પશ્વિમ બંગાળમાં ઉત્તર ૨૪ પરગના જીલ્લાના ભાટપારા વિસ્તારમાં સ્થિતિ ખુબ તંગ બનેલી છે. ભાજપ આ હિંસાને લઈને મમતા સરકાર ઉપર આક્ષેપો કરી રહી છે. મીડિયા સાથે વાતચીત કરતા આહલુવાલિયાએ કહ્યું હતું કે, એક ૧૭ વર્ષના યુવકને એ વખતે ગોળી મારવામાં આવી હતા.
જ્યારે તે ખરિદી કરવા જઈ રહ્યો હતો. આ વ્યક્તિની ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું. અસમાજિક તત્વો દ્વારા વ્યાપક હિંસા ફેલાવવામાં આવી રહી છે. ભાજપનુ પ્રતિનિધિ મંડળ ભાટપારા વિસ્તારમાં પહુચ્યુ ત્યારે સ્થાનિક લોકોએ મમતા બેનર્જી સામે નાળાબાજી કરી હતી. આ લોકો બંગાળ પોલીસની વિરુદ્ધમાં નારાબાજી કરી રહ્યા હતા. ભાજપ નેતાઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે, શુક્રવારના દિવસે અથડામણમાં માર્યા ગયેલા લોકોના મૃત દેહ સાથે રેલી યોજવામાં આવી હતી. પોલીસે ૧૬ લોકોની ધરપકડ કરી છે. તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાયેલા બે ગ્રુપ વચ્ચે સતત અથડામણ થઈ રહી છે. બંગાળમાં ઘણા સમયથી હિંસા જારી છે.