દેશની અદાલતોમાં વધતા કેસના સતત વધારાના બોજને ઉકેલવાને લઇ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં સીજેઆઇ ગોગોઇએ વધતા પેન્ડિંગ કેસનો ઉલ્લેખ કર્યો છે. સીજેઆઇ ગોગોઇ એ પીએમ મોદીને લખ્યું છે કે કોર્ટમાં કેટલાંય વર્ષોથી હજારો કેસ પેન્ડિંગ પડ્યા છે. તેને ઉકેલવા માટે જજોની સંખ્યા વધારવી જોઇએ.સાથો સાથ ચીફ જસ્ટિસ ગોગોઇએ પીએમ મોદીને લખેલી ચિઠ્ઠીમાં હાઇકોર્ટના જજોના રિટાયરમેન્ટની ઉંમર વધારવાનું મંતવ્ય આપ્યું છે. અત્યારે હાઇકોર્ટમાં જજની નિવૃતિ ૬૨ વર્ષની ઉંમરે છે. સીજેઆઇ ગોગોઇએ તેને ૬૫ વર્ષ કરવાનું કહ્યું છે. તેમણે ચિઠ્ઠીમાં હાઇકોર્ટના જજોની સંખ્યા વધારવાની પણ ભલામણ કરી છે. આપને જણાવી દઇએ કે આ બંને મામલામાં સરકારને સંવિધાનમાં સંશોધન કરવું પડશે. વડાપ્રધાનના નામે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે અત્યારે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યાના મતે સંવિધાન સંબંધિત કેસની સુનવણી માટે જરૂરી છે કે પાંચ જજોની કેટલીય સંવિધાન બેન્ચ બનાવી જોઇએ પરંતુ હાલ જજોની સીમિત સંખ્યામાં આ ખૂબ મુશ્કેલ છે. આપને જણાવી દઇએ કે અત્યારે સુપ્રીમ કોર્ટમાં જજોના ૩૧ પદ સ્વીકૃત છે, હાલ એટલા જ જજ છે. ત્યાં સરકારના આંકડા પ્રમાણે અત્યારે હાઇ કોટ્ર્સમાં અંદાજે ૪૪ લાખ અને સુપ્રીમ કોર્ટમાં ૫૮૭૦૦ કેસ પેન્ડિંગ પડ્યા છે. સીજેઆઇ ગોગોઇએ ભલામણ કરી છે કે પેન્ડિંગ કેસ ઉકેલવા માટે સરકાર રિટાયર્ડ જજોના ફિક્સ કાર્યલય માટે નિમણૂકની વ્યવસ્થા લાગૂ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટના રેકોર્ડનો હવાલો આપતા સીજેઆઇ ગોગોઇ એ લખ્યું છે કે પેન્ડિંગ કેસોના એ હાલ છે કે અહીં ૨૬ કેસ ૨૫ વર્ષ, ૧૦૦થી વધુ કેસ ૨૦ વર્ષ, અંદાજે ૬૦૦ કેસ ૧૫ વર્ષ અને ૪૯૮૦ કેસ છેલ્લાં દસ વર્ષથી ચાલી રહ્યા છે.