અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ઈરાને પણ સણસણતો જવાબ આપ્યો છે. ઈરાને કહ્યું છે કે, અમેરિકા એક પણ ગોળી છોડશે તો તેને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. ઈરાને અમેરિકાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૈન્ય કાર્યવાહીને લઈને ધમકી આપી ચુક્યા છે.
ઈરાને અમેરિકાને સામે ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો અમેરિકા તેના વિરૂદ્ધ કોઈ પણ આક્રમક કાર્યવાહી કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. મધ્ય પૂર્વમાં સશસ્ત્ર બળના જનરલ સ્ટાફના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબોફઝલ શરકચીએ કહ્યું હતું કે, ઈરાન તરફ એક પણ ગોળી ચલાવવાથી અમેરિકા અને તેના સહયોગીઓના હિતોમાં આગ લાગી જશે.
તેમણે કહ્યું હતું કે, ઈસ્લામિક ગણરાજ્ય ક્યારેય યુદ્ધ નથી ઈચ્છતુ. તે ક્યારેય યુદ્ધ શરૂ પણ નથી કરવા માંગતુ. પરંતુ જો દુશ્મન એક પણ ગોળી ચલાવશે તો તેને મધ્ય અને પશ્ચિમ એશિયામાં ઈરાન તરફથી સૌથી મોટી ક્રાંતિકારી પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. અને નિશ્ચિત રૂપે તે યુદ્ધથી નહીં બચી શકે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જો દુશ્મન એક ગોળી ચલવાહે તો અમેપણ તેનો જરૂરથી જવાબ આપીશું.
ગઈ કાલે ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન પર સૈન્ય કાર્યવાહી એટલા માટે નથી કરી કારણ કે તેમાં ૧૫૦ સામાન્ય નાગરિકો માર્યા જાત. ગુરૂવારે ઈરાન દ્વારા અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યા બાદ નંને દેશો વચ્ચે સંબંધો વધારે ખરાબ થયા છે. ત્યાર બાદ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે.ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડવાને કારણે બંન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે.
બંન્ને દેશો વચ્ચેનાં સંબંધ પહેલાથી જ બગડેલા છે. ઇરાનથી તેલનાં નિકાસમાં રુકાવટની આશંકાને કારણે શુક્રવારે તેલની કિંમતોમાં ૧ ટકા વધીને ૬૫ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. ઇરાની સૂત્રોએ ન્યૂઝ એજન્સી રોયટર્સનાં અહેવાલથી ઘણાં ખુલાસા કર્યા. જે પ્રામણે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાન પર હુમલો થવાનો હતો પરંતુ હું યુદ્ધની તરફેણમાં નથી અને વાતચીત કરવા માંગુ છું.