ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરીવખત વરસાદી માહોલ

712

રાજ્યના મોટા ભાગોના વિસ્તારોમાં ગરમીનુ પ્રમાણ ફરી એકવાર વધ્યુ છે. ખાસ કરીને અમદાવાદમાં બપોરના ગાળામાં ફરી ગરમીથી લોકો પરેશાન દેખાયા છે. બીજી બાજુ હવામાનમાં પલટા વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. મધ્યમથી ભારે વરસાદ નોધાયો છે. સૌરાષ્ટ્રના અમરેલી વરસાદ થયો છે. પંચમહાલ, ખેડા, અમરેલી, સાબરકાંઠા, ઈડરમાં પણ વરસાદ થયો છે. વરસાદી માહોલના કારણે આ તમામ જગ્યાઓએ લઘુત્તમ તાપમાનમાં અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જારી રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, સુરત, નવસારી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી બાજુ ભાવનગર, અમરેલીમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે.

બીજી બાજુ અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે કે, આવતીકાલે આંશિક વાદળસાહુ વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન અમદાવાદમાં ૩૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદ સહિત ગુજરાતમાં મોનસુનની રાહ જોવામાં આવી રહી છે ત્યારે અપેક્ષા મુજબનો વરસાદ હજુ પણ નોંધાયો નથી. હાલમાં વાયુ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો હતો પરંતુ મોનસુનની સ્થિતિ નબળી બનેલી છે. અમદાવાદમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી રહ્યુ હતુ. જ્યારે ગાંધીનગરમાં ૩૯.૮ સુધી પારો રહ્યો હતો. રાજ્યમાં સૌથી .૮ રહ્યુ હતું. વડોદરામાં ૩૯.૧ તાપમાન રહ્યુ હતું. જે જગ્યાએ વરસાદ થયો છે તે અમરેલીમાં ૩૭.૬ ડિગ્રી તાપમાન રહ્યુ હતું. સુરેન્દ્રનગરમાં પારો સૌથી ઉચો રહેતા ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ મોનસુનની એન્ટ્રી હવે થવા જઈ રહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં આંશિક વાદળછાયુ વાતાવરણ વચ્ચે આજે બપોરના ગાળામાં વધારે ગરમીનો અનુભવ કર્યો હતો.

Previous articleયુદ્ધના વાદળો : ઈરાનના હવાઈ ક્ષેત્રનો ભારત ઉપયોગ નહીં કરે
Next articleરથયાત્રાની તૈયારી : રથનું રંગકામ શરૂ કરી દેવાયુ છે