તામિલનાડુ ના કન્યાકુમારી ખાતે ૨૨ મી ઓલ ઇન્ડિયા વડોકાઈ કરાટે ચેમ્પિયનશીપ ૨૦૧૯ માં ગુજરાત માંથી પસંદગી પામેલી કુ.મુદ્રા વિમલભાઈ જાની ઉવ.૧૧ કરાટે સ્પર્ધા માં ગોલ્ડ મેડલ જીતી અને રાષ્ટ્રીયસ્તરે ૧૯ મુ અને ગુજરાત માં પ્રથમ સ્થાન મેળવી જાની પરિવાર તેમજ બ્રહ્મસમાજ ગુજરાત નું ગૌરવ વધારેલ છે
કુ.મુદ્રા બાબરા રહેતા સેવાભાવી જીતેન્દ્રભાઈ ના ભત્રીજી થાય બાળકી દ્વારા આગામી નવેમ્બર ૧૯ માં વિશાખાપટનમ ખાતે યોજાનાર સ્પર્ધા માં ભાગ લેવા માટે તૈયારી હાથધરી પોતાની સિધ્ધી માટે કમરકસી છે.