ગઢડા (સ્વામીના)મુકામે તા.૨૧-૦૬ના રોજ માર્કેટ યાર્ડ ખાતે કૃષક ભારતી ‘કૃભકો’ તેમજ તાલુકા સહકારી સંઘના ઉપક્રમે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માર્કેટ યાર્ડ ચેરમેન કિરીટભાઇ હુંબલ તથા ઉદ્દઘાટક તરીકે સંઘના પ્રમુખ જે.પી.ગાબાણી તેમજ અતિથિ વિશેષ તરીકે રવજીભાઇ રાજપરા, સુરેશભાઇ ગોધાણી, ભાનુભાઇ કોઠીયા, મનહરભાઇ માતરીયા, જી.કે.મોરી, ભરતભાઇ વિરાણી, જે.જે.રૂપાપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને ડી.એ.પી., એન.પી.કે. યુરીયા ખાતેર, બાયો ફર્ટીલાઇઝર, સેન્દ્રીય ખાતરો મુદ્દે ઉંડાણ પૂર્વક સમજણ આપવામાં આવી હતી. તેમજ વર્તમાન સમયમાં રસાયણ દ્વારા ખેતીના અઢળક નુકશાન સામે હાલના સમયમાં રસાયણ મુક્ત ખેતી માટે દરેક ખેડૂતો અભિગમ કેળવે તે માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કૃભકોના ચીફ સ્ટેટ માર્કેટીંગ મેનેજર રૂપાપરા સેવા નિવૃત્ત થતા તેમજ એરીયા મેનેજર ડોડીયા ટૂંક સમયમાં નિવૃત્ત થનાર હોય બંને પદાધિકારીઓને વિદાયમાન પાઠવવામાં આવ્યું હતું.