૧૪ જુન વિશ્વ રકતદાતા દિવસ બ્લડ ગ્રુપના શોધક કાર્સલેન્ડ સ્ટેનરના જન્મદિન નિમિતે ભાવનગર બ્લડ બેંક દ્વારા આ દિવસ ની ઉજવણી રાજુલબેન ઠકકરના ૧૦૦ મું રકતદાન તથા સારીકાબેન ગુપ્તા – દ૨, હીનાબેન શાહ – ૫૦, રેખાબેન જાડેજા- ૫૦, જાગૃતિબેન ચાવડા – ૫૦, સીમાબેન કનેરીયા – ૫૦ તથા અંબિકાબા રાઓલ – ૪૬ મી વખત રકતદાન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવેલ. ઉપરોકત બહેનોની સાથે બીજા ૨૦ બહેનો તથા ૨૫ જેટલા ભાઈઓએ પણ આ બહેનો ના ઉત્સાહમાં વધારો થાય એ હેતુથી સાથોસાથ રકતદાન કરેલ. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ એઈડસ કંન્ટ્રોલ સોસાયટી તથા બાયોઝ લેબ. આશીષભાઈ ગઢવી ના સૌજન્યથી તમામ રકતદાતા બહેનોનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવેલ. છે કે, આ દિવસની ઉજવણીના ભાગરૂપે એચ.સી.જી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા હોસ્પિટલ ખાતે પપ રકતદાતાઓ એ રકતદાન કરેલ. બેંક ઓફ બરોડા અને હીમાલીયા મોલના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર રકતદાન કરેલ. તમામ બહેનોનું અભિવાદન બ્લડ બેંકના ચેરમેન ડો. નિલુભાઈ વૈશ્નવ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અચુતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ જે.ડી. શાહ, ડો. વીનોદભાઈ ધાનકે સૌને બિરદાવી મોમેન્ટો અર્પણ કરેલ. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઈ ગુપ્તા તથા તેની પત્ની સારીકા ગુપ્તા એ ૫૦મી વખત રકતદાન કરેલ. તેમજ તેની પુત્રી અનુશ્રી ગુપ્તાને આજરોજ અઢાર વર્ષ પુરા થતા પ્રથમ રકતદાન કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કાઉન્સીલર રેખાબેન વાઢેર, ડો. વી. એચ. શાહ તથા ડો. જિતેશભાઈ ગોધાણી અને બ્લડ બેંક પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવેલ.