ઉમરાળા નાયબ મામલતદારની બઢતી સાથે બદલી થતા શુભેચ્છા સમારોહ

768

ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે નાયબ મામલતદાર તરીકે સેવા આપતા અને અનુસૂચિત જાતિનું ગૌરવ એવા કે. ડી. રાઠોડને મામલતદાર તરીકે બઢતી મળતા બોટાદ ખાતે નિમણૂક કરવામાં આવી.

વર્ષોથી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને સરળ સ્વભાવના ઉપરાંત પોતાને સોંપેલી જવાબદારી નિષ્ટપૂર્વક બજાવીને એક અધિકારી તરીકેની અલગ પ્રકારની ઓળખ ઉભી કરેલી છે જેને ધ્યાને લઈ સરકાર એ નાયબ મામલતદારમાંથી બઢતી આપીને મામલતદાર તરીકે નિમણૂક થતા અનુસૂચિત જાતિએ ગૌરવ લેવા જેવી બાબત છે અને શિહોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.

ઉમરાળા મામલતદાર બી. કે. પટેલ દ્વારા કે. ડી. રાઠોડને શાલ ઓઢાડી સાકરનો પડો આપી મો મીઠું કરાવી ધન્યવાદ સાથે તેમની કામગીરીને બિરદાવી હતી અને કાયમ માટે આવા નિષ્ટાવાન અધિકારીની ખોટ રહેશે.

આ સમગ્ર કાર્યક્રમ મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા શુભેચ્છા અને સન્માનનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર શંભુભાઈ મેર,ક્લાર્ક વી. એમ.ડાભી, સુપરવાઈઝર કવિતાબેન પરમાર,એમ. ડી. એમ ના પ્રમુખ હરપાલસિંહ ગોહિલ, ઉપપ્રમુખ પાદુભા ગોહિલ તેમજ તમામ ઓફીસ સ્ટાફ અને મધ્યાહન ભોજન તમામ સંચાલક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી રાઠોડને શુભેચ્છાઓ પાઠવેલ.

Previous articleભાવનગર પશ્ચિમનાં ત્રણ વોર્ડમાં જીતુભાઇ વાઘાણીનાં હસ્તે વિકાસ કામોનાં ખાતમુહૂર્ત
Next articleભાવનગરમાં રૂા.૧૦.૬૫ કરોડનાં ખર્ચે બનનારા એસ.ટી. બસ સ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમૂહુર્ત