શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સપ્તાહ દરમિયાન જોરદાર પ્રવાહી સ્થિતી રહી શકે છે. છેલ્લા સપ્તાહમાં સતત ત્રીજા સપ્તાહમાં બેન્ચમાર્ક સેંસેક્સમાં ઘટાડો થયો હતો. જુદા જુદા પરિબળોની સીધી અસર રહી શકે છે જેમાં ઘરઆંગણેની લિક્વિડીટીની કટોકટી, વૈશ્વિક વેપાર ખેંચતાણ અને પશ્ચિમ એશિયામાં ભૌગોલિક તંગદીલીનો સમાવેશ થાય છે. જેની સીધી અસર રોકાણકારોને હાલમાં થઇ રહી છે. ઉપરાંત નબળી મોનસુનની સ્થિતીના કારણે પણ નુકસાન થઇ રહ્યુ છે. છેલ્લા સપ્તાહમાં નિફ્ટીમાં ૦.૮૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૦.૬૫ ટકાનો ઘટાડો થયો હતો. આગામી સપ્તાહમાં વધારે ઉથલપાથલ રહી શકે છે. કારણ કે જુન સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની પૂર્ણાહુતિ થઇ રહી છે. વૈશ્વિક પરિબળો પણ અસર કરી શકે છે. ગુરૂવારના દિવસે એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહુતિ થનાર છે. જેથી રોકાણકારો અને ભાગીદારો જુલાઇ સિરિઝમાં પોતાની સ્થિતી રજૂ કરવા માટે પ્રયાસમાં રહેશે., મોનસુનની પ્રગતિ ધીમી ગતિથી થઇ રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ દક્ષિણપશ્ચિમ મોનુસન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા, વિદર્ભ તરફ આગળ વધી રહ્યુ છે. માર્કેટની પણ મોનસુન પર નજર રહેલી છે. કારણ કે બજારની દિશા નક્કી કરવામાં તેની પણ ભૂમિકા રહે છે. મે મહિનાના ફિસ્કલ ડેફિસીટના આંકડા અને ઇન્ફ્રાસ્ટકચર આઉટપુટ ડેટા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. બંને આંકડાને મહત્વપૂર્ણ ઘણવામાં આવે છે. જી-૨૦ની બેઠક પણ હવે યોજાનાર છે. બગડી રહેલી વૈશ્વિક આર્થિક સ્થિતી વચ્ચે જી-૨૦ની બેઠકમાં હવે જાપાનમાં શરૂ થઇ રહી છે. ટ્રેડ વોરના વિષય અને અમેરિકા તેમજ ઇરાન વચ્ચેની કટોકટીના મુદ્દા પર આ બેઠકમાં વિચારણા કરવામાં આવનાર છે. માર્કેટમાં વિદેશી રોકાણકારો પણ પરિબળ તરીકે રહેનાર છે. છેલ્લા શુક્રવારે વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી હતી.વિદેશી રોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી સ્થાનિક મુડીમાર્કેટમાં ૧૦૩૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી રોકાણકારો હાલમાં ભારતીય બજારને લઇને આશાવાદી દેખાઇ રહ્યા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે ત્રીજી જુનથી ૨૧મી જુન વચ્ચેના ગાળામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં ૫૫૨.૦૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.
જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૯૭૬૦.૫૯ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ઇક્વિટી અને ડેબ્ટમાં મળીને ૧૦૩૧૨.૬૬ કરોડ સુધી પહોંચી ગયો છે. ક્રુડ ઓઇલની કિંમતો અને રૂપિયાની ચાલ પણ કારોબારી નજર રાખી રહ્યા છે.